- રિયાધ મહરેઝના 2 ગોલની મદદથી માન્ચેસ્ટર સિટીએ મેળવી જીત
- સેમિફાઈનલમાં બીજા તબક્કાની મેચમાં રિયાધે કર્યા હતા 2 ગોલ
- માન્ચેસ્ટરે ગયા વર્ષના વિજેતા પેરિસ સેન્ટ જર્મનને 2-0થી હરાવ્યું
માન્ચેસ્ટરઃ માન્ચેસ્ટર સિટીએ રિયાધ મહરેઝના બે ગોલની મદદથી સેમિફાઈનલના બીજા તબક્કાની મેચમાં મંગળવારે ગયા વર્ષના ઉપવિજેતા પેરિસ સેન્ટ જર્મન (PSG)ને 2-0થી હરાવી દીધું હતું. આ સાથે જ માન્ચેસ્ટર સિટીએ પહેલી વખત ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટના ફાઈનલમાં જગ્યા પણ બનાવી લીધી છે.
આ પણ વાંચોઃIPLને આ સિઝન માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે: BCCI વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા
PSGના સ્ટાર ખેલાડીને રેફરીએ બતાવ્યું રેડ કાર્ડ
માન્ચેસ્ટર સિટીએ કુલ સ્કોરના આધાર પર 4-1થી જીત મેળવી હતી. બીજા તબક્કાની મેચમાં મહરેઝે 11મી અને 63મી મિનિટે ગોલ કર્યો હતો. PSGના સ્ટાર ખેલાડી એન્જલ મારિયાને 69મી મિનિટમાં રેડ કાર્ડ દેખાડવામાં આવ્યા હતા, જેનાથી ટીમે બાકીની મેચ 10 ખેલાડીઓની સાથે રમવી પડી હતી.
આ પણ વાંચોઃIPL: દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 7 વિકેટથી પરાજિત કરી, પોઇન્ટ ટોચ પર પહોંચ્યા
ચેમ્પિયન લીગની ફાઈનલ મેચ 29 મેએ રમાશે
આ ચેમ્પિયન લીગની ફાઈનલ મેચ 29 મેના દિવસે ઈન્તનબુલમાં રમાશે. અહીં ઈંગ્લેન્ડની બંને ટીમ વચ્ચે મેચ રમાય તેવી શક્યતા છે. આ માટે ચેલ્સીએ બુધવારે રિયાલ મૈડ્રિડને હરાવવું પડશે. બંને ટીમ વચ્ચે પહેલા તબક્કાની મેચ 1-1થી બરાબર રહી હતી.