નવી દિલ્હી: ફુટબૉલ સ્પોર્ટસ ડેવલપમેન્ટ (FSDL)Football Sports Developmentના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવાનું મારું સપનું છે. આ વાત નીતા અંબાણીએ વર્ચુઅલ સભાની બેઠકમાં કરી છે.
નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવું મારું સપનું છે. હું ભારતના એથલિટને વિશ્વ સ્તર પર ખુબ સારું પ્રદર્શન કરતા જોવા માંગુ છું. નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના સભ્ય છે. ખેલાડી તૈયાર કરવા માટે નીતા અંબાણીની આગેવાની હેઠળની ફાઉન્ડેશન શૈક્ષિણિક અને રમત-ગમતના પ્રોજેકટ ચલાવે છે. જેની સાથે લાખો બાળકો જોડાયેલા છે.