ઉલ્લેખનીય છે કે, છઠ્ઠા સિઝનમાં નબળી શરુઆત બાદ મુંબઈએ સતત જીત મેળવતા 16 અંકો સાથે ખુદને 10 ટીમોની યાદીમાં ચોથા સ્થાન પર રાખ્યા છે. હવે તેમનો આગળનું લક્ષ્યાંક ટોપ 4માં સ્થાન મળવવાનું હશે. ATKના 10 મેચમાં 18 અંક છે અને તેઓ યાદીમાં બીજા સ્થાન પર છે.
ISL: ટોપ-4માં જગ્યા મેળવવા માટે ATK ઉતરશે મેદાનમાં - ATK football team
મુંબઈ: પોતાના ઘર આંગણે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં પ્રથમ જીત હાંસલ કર્યા બાદ મુંબઈ સિટી ATK વિરૂદ્ધ ફરી એકવાર મેદાનમાં પરત ફરવા તૈયાર છે. હવે તેમનો સામનો ઈન્ડિયન સુપર લીગ (ISL)ના છઠ્ઠાં સિઝનમાં શનિવારના રોજ બ વખત ચેમ્પિયન ATK સાથે થશે અને મુંબઈની ટીમ આ મેચ જીતીને ઘરમાં બીજી જીતની આશા માંડીને બેઠી છે.
મુંબઈના કોચ જોર્જ કોસ્ટાએ કહ્યું કે, 'આ સિઝનમાં અમે પ્રથમ વખત ATK સામે રમી રહ્યા છીએ, હાં એ ખરુ છે કે, વિપક્ષી ટીમની આગવી શૈલીને કારણે તમારી રમત પર પણ અસર પડી શકે છે. ATK હંમેશા અલગ વ્યૂહ રચના સાથે રમે છે અને એટલા જ માટે અમારે દરેક પરિસ્થિતી માટે તૈયાર રહેવું પડશે.'
તો બીજી તરફ ATKના કોચનું કહેવું છે કે, 'પોલો શ્રેષ્ઠ ખેલાડી છે. આવા ખેલાડીઓનું રમતું રહેવુ બીજા ખેલાડીઓ માટે સારું છે. કોચ તરીકે મારા માટે તેવું સારું નથી કે વિપક્ષી ટીમનો એક ખેલાડી ઈજાગ્રસ્ત છે. અમને પણ સેવાઓ મળી રહી નથી. તે આપણો મહત્વપૂર્ણ ખેલાડી છે. આને કારણે મેચમાં સંતુલન લાવે છે.'