ગુજરાત

gujarat

FC Goaએ સ્પેનિશ ફૉરવર્ડ ઈગોર સાથે કરાર કર્યા

By

Published : Jul 23, 2020, 5:01 PM IST

બિલબાઓના રહેવાસી ઈગોર FC ગોવાનો ભાગ બનતા પહેલા 12 ક્લબનો ભાગ રહી ચૂક્યો છે. જોકે તેમણે નેશનલ ટીમ માટે ડેબ્યૂ કર્યુ નથી.

-angulo
-angulo

નવી દિલ્હી: ઈન્ડિયન સુપર લીગ (ISL)ની ફેન્ચાઈઝી FC ગોવાએ સ્પેનના ફારવર્ડ ઈગોર એન્ગુલોની સાથે એક વર્ષના કરારની જાહેરાત કરી છે. અનુભવી સ્ટ્રાઈકર ઈગોરે છેલ્લી 4 સીઝન પોલૈન્ડમાં ગોર્નિક જબરેજ ટીમની સાથે પસાર કરી હતી. તેમણે પોલૈન્ડની લીગમાં 2018-19માં 24 ગોલ કર્યા હતા અને તેમણે ગોલ્ડન બૂટ પ્રાપ્ત કર્યો હતો.

ઈગોર

ઈગોરે કહ્યું કે, હું FC ગોવા તરફથી રમવાની કલ્પનાથી ઉત્સાહિત છું અને તે જલ્દી મેદાન પર ઉતરવા માંગે છે. ક્લબ જે રીતે રમે છે. તે મને તેમની તરફ આકર્ષિત કરે છે. FC ગોવા એક એવી ક્લબ છે જે હંમેશા આક્મણ રહી ફુટબોલની એક સુંદર શૈલી બનાવવા સક્ષમ છે.

આપને જણાવી દઈએ કે, આગામી ઈન્ડિયન સુપર લીગના સત્ર અને એએફસી ચેમ્પિયન લીગ અભિયાન માટે મુખ્ય કોચ જુઆન ફેરાંડો અને મિરાંડાને ક્લબના કોચિંગ સ્ટાફનો મહત્વનો ભાગ બનાવ્યો છે.

FC Goaનો લોગો

મિરાંડાએ મીડિયા સમક્ષ કહ્યું કે, "હું એફસી ગોવા સાથે મારો કાર્યકાળ ચાલુ રાખીને ખુશ છું અને આગામી સિઝનમાં ટીમને સફળતા અપાવવા મદદ કરવા માંગુ છું."

મિરાંડાના નેતૃત્વમાં આ વર્ષ જાન્યુઆરીમાં મુખ્ય કોચ સર્જિયો લોબેરાને દુર કર્યા બાદ મીરાંડા સીઝના અંત સુધી ટીમનું માર્ગદર્શન કરી રહ્યા હતા. FC ગોવા આઈએસએલ સ્ટૈન્ડિંગમાં ટૉર્ચ પર રહ્યું બાદમાં ગ્રુપ ચરણમાં સ્થાન બનાવનારા પ્રથમ ભારતીય ક્લબ બન્યો હતો. મિરાંડા જેની પાસે ભારત માટે 44 કૈપ છે. તાજેતરમાં તેમને એએફસી પ્રો ડિપ્લોમાં કોચિંગ કોર્સ પુરો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details