પ્રથમ બે મૅચમાં ભારતીય ટીમને ઉજબાકિસ્તાન અને સાઉદી અરબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
AFC અંડર-19 ચેમ્પિયનશીપ ક્વૉલિફાયરમાં અફઘાનિસ્તાન સાથે ભારતનો મુકાબલો - ઉજબાકિસ્તાન અને સાઉદી અરબ સામે હાર
અલ ખોબારઃ ભારતીય ફુટબૉલની ટીમ રવિવારે AFC અંડર-19 ચેમ્પિયનશીપ 2020 ક્વૉલિફાયરના ત્રીજા અને અંતિમ મૅચમાં અફ્ઘાનિસ્તાનને પડકાર આપશે.
AFC અંડર-19 ચેમ્પિયનશીપ ક્વૉલિફાયરમાં અફઘાનિસ્તાન સાથે ભારતનો મુકાબલો
મુખ્ય કૉચ ફ્લાઇડ પિંટોએ ક્હયું કે, ટીમ પોતાની અંતિમ મૅચમાં જીતની સાથે ક્વોલિફાયર અભિયાન સમાપ્ત કરવા ઇચ્છે છે.
વધુમાં પિંટોએ ક્હયું કે, 'અમે દરેક મૅચને ફાઇનલની જેમ રમી છે અને અમે અફ્ઘાનિસ્તાન સામેની મૅચમાં પણ તે જ જુસ્સા સાથે મેદાનમાં ઉતરીશું. પાંચ દિવસમાં ત્રણ મૅચ રમવી સરળ નથી અને અમે ખેલાડીઓને પ્રોત્સાહન આપીશું અને જોઇશું કે, તેઓ થાકેલા હોવા છતાં આ ટૂર્નામેન્ટનો અંત જીતીને કરવા ઇચ્છીએ છીએ.'
Last Updated : Nov 10, 2019, 12:17 PM IST