નવી દિલ્હીઃ એશિયન ફુટબોલ ફેડરેશને મંગળવારે ભારતને 2022-AFC મહિલા એશિયા કપની મેજબાની સોંપી છે. ભારત ચાલુ વર્ષના અંતમાં ફિફા મહિલા અંડર-17 વિશ્વકપની મેજબાનીનો કરશે. AFCએ કહ્યું કે, ભારત જે મેદાનોનો પ્રસ્વાત મોકલ્યો છે, તેમાં ડી વાઈ પાટિલ સ્ટેડિયમ, ટ્રાંસ સ્ટેડિયા એરેના અને ફાર્તોડા સ્ટેડિયમ સામેલ છે. આ સ્ટેડિયમોનો ફિફા ટુનામેન્ટમાં પણ ઉપયોગ કરવામાં આવશે.
AFCની મોટી જાહેરાત, ભારત વધુ એક મોટા ટૂર્નામેન્ટની મેજબાની કરશે - એશિયન ફુટબોલ ફેડરેશન ન્યૂઝ
એશિયન ફુટબોલ ફેડરેશન (AFC)એ જણાવ્યું કે, ભારત 2022 AFC મહિલા એશિયા કપની મેજબાની કરશે. ભારતે ચાલુ વર્ષના અંત સુધીમાં પ્રથમવાર અંડર-17 મહિલા વિશ્વ ફુટબોલ ટૂર્નામેન્ટની મેજબાની કરશે.
ભારત
ભારતે 2016માં AFC અંડર-16 ચેમ્પિયનશીપ અને 2017માં ફિફા અંડર 17 વિશ્વકપની મેજબાની કરી હતી. AFCની મહિલા અધ્યક્ષા મહફૂઝા અખ્તર કીરોને કહ્યું કે, ભારતમાં ટુનામેન્ટને વ્યવસાયિક રીતે મોટા સ્તર સુધી લઇ જવાનું છે. આ માટે સમિતિએ નિર્ણય કર્યો કે, AFC મહિલા એશિયા કપમાં 8થી 12 ટીમો ભાગ લેશે. ત્રણ ગ્રુપમાં મેચ રમાશે.