ગુજરાત

gujarat

ETV Bharat / sports

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ આપ્યો ફૂટબોલના ચાહકો માટે સંદેશ

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બટર ફર્નાડિઝે જાણાવ્યું હતું કે, બિમાર લોકોની સાર સંભાળ રાખવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. તે બાદ એ વાત સુનિશ્ચિત કરવાની રહેશે કે,આગળ જતા કોઈ બીમાર ન પડે.

Sports news
Sports news

By

Published : Mar 24, 2020, 3:19 PM IST

બ્યુનસ આયર્સઃ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બટર ફર્નાડિઝે કોરોના વાઈરસના કારણે વિલંબીત થયેલા ઘરેલુ ફૂટબોલ આયોજનને લઈને ફૂટબોલ ચાહકો માટે ધૈર્ય રાખવાનો અનુરોધ કર્યો છે.

આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશને કોવિડ-19ના સંક્રમણના કારણે બધા જ ફૂટબોલ આયોજનો 31 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

એક સમાચાર એજન્સીએ ફર્નાડિઝના હવાલાથી જાણાવ્યું હતું કે, સૌથી પહેલા બિમાર લોકોની સાર સંભાળ રાખવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે, તે બાદ એ વાત સુનિશ્ચિત કરવાની રહેશે કે, આગળ જતા કોઈ બીમાર ન પડે. દરેક માટે આ સમય મૂશ્કેલભર્યો છે. આપણે બઘાએ ધૈર્ય રાખવુ જોઈએ.

આર્જેન્ટિનામાં કોરોનાવાયરસના લગભગ 270 કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે સમગ્ર ખેલ જગત પ્રભાવીત છે. ત્યારે ફૂટબોલની પણ ઘણી લીગ,ટૂર્નામેન્ટ્સ રદ અથવા મૂલતવી રાખવામાં આવી છે. જેમ કે,ચેમ્પિયન્સ લીગ, લા લિગા, સેરી.એ.

ABOUT THE AUTHOR

...view details