રિયો ડી જેનેરો : બ્રાઝીલમાં એખ લોકલ મેચ પહેલા વિમાન દુરર્ધટનામાં ચાર ખેલાડી અને બ્રાઝીલના ફુટબોલ ક્લબ પાલમાસના પ્રેસિડન્ટનું મોત નિપજ્યું છે.
ક્લબે એક નિવેદનમાં કહ્યું કે, ક્લબના પ્રેસિડન્ટ લુકાસ મીરા અને 4 ખેલાડી, લુકાસ પ્રેક્સિડેસ, ગુહલહેમ નોઈ, રાનુલ અને માર્કસ મોલિનારીના મોત નિપજ્યાં છે. જ્યારે બ્રાઝીલના ઉત્તરી શહર પલમાસની પાસે તેમનું વિમાન ટોકેનટેન્સ એરફીલ્ડ પર ટેકઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થયું હતુ. જેમાં પાયલટનું પણ મોત થયું છે.
વિમાન વિલા નોવા વિરુદ્ધ આજે રમાનાર કોપા વર્ડૈ મેચ માટે અંદાશે 800 કિલોમીટર દુર ગોયનિયા શહેર માટે ઉડાન ભરી રહ્યું હતુ.સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ આ ખેલાડી અને ક્લબના પ્રેસિડન્ટ ટીમથી અલગ પ્રવાસ કરી રહ્યા હતા કારણ કે, કોવિડ 19ની મહામારીમાં તેમનો પ્રથમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ કહ્યું કે, દુર્ધટનામાં 2 એન્જિન વાળું બૈરૉન મૉડલ વિમાન હતુ. જેમાં દુર્ઘટના બાદ આગ લાગી હતી. અધિકારીઓએ કહ્યું કે, ઘટનાના તપાસ કરવામાં આવી રહી છે.