મેડ્રિડ: સ્પેનિશ લીગ લા લીગી ક્લબ બાર્સિલોના 5 ખેલાડી અને કોચિંગ સ્ટાફના 2 સભ્યોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
બાર્સિલોના ક્લબના નજીકના રેડિયો સ્ટેશને જણાવ્યું હતું કે, લા લીગે મે મહિનામાં ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કર્યો હતો. હાલમાં લા લીગની પહેલા 2 રાઉન્ડના મેચની તારીખ જાહેર કરી હતી.બાર્સિલાનાની ટીમ 13 જૂન રિયલ માલોર્કા વિરુદ્ધ રમાનાર મુકાબલાથી પોતાનો ખિતાબ બચાવવાના અભિયાનની શરુઆત કરશે.