ગુજરાત

gujarat

ETV Bharat / sports

FIFA World Cup Qualifier: અફ્ઘાનિસ્તાન વિરૂદ્ધ પોતાની પહેલી જીત સાથે ઉતરશે ભારત - એશિયન કપ જોઇન્ટ ક્વોલિફિકેશન રાઉન્ડ-2

દુશાંબે (તજાકિસ્તાન): બાંગ્લાદેશ વિરૂદ્ધ ખરાબ પ્રદર્શન બાદ ભારતીય ફુટબૉલની ટીમ ગુરૂવારે અહીં એક મહત્વપૂર્ણ મૅચમાં અફ્ઘાનિસ્તાનને માત આપીને ફીફા વિશ્વ કપ અને FFCએ એશિયન કપ જોઇન્ટ ક્વોલિફિકેશન રાઉન્ડ-2માં પોતાની જીતનું ખાતુ ખોલવા ઇચ્છશે.

FIFA World Cup Qualifier

By

Published : Nov 13, 2019, 11:25 PM IST

ભારતે અત્યાર સુધી ક્વોલિફિકેશન રાઉન્ડના ગ્રુપ-ઇમાં ત્રણ મૅચ રમ્યા છે. પરંતુ, તેને પોતાની જીતની ઇચ્છા છે. ઓમાને પહેલા મૅચમાં ભારતને 2-1થી માત આપી હતી, જ્યારે બીજી મૅચમાં ભારતે દમદાર પ્રદર્શન કરતા કતરની વિરૂદ્ધ અપ્રત્યાશિત ગોલ રહીત ડ્રૉ રમ્યો હતો.

FIFA World Cup Qualifier

ત્રણ મૅચો બાદ ભારતના માત્ર બે અંક હતા અને તે ગ્રુપમાં ચોથા સ્થાન પર છે. પાંચ ટીમોની ટેબલમાં પહેલા બે સ્થાન પર રહેલી ટીમો જ ક્વોલિફિકેશનમાં આગળ જશે અને ભારતના મુખ્ય કૉચ ઇગોર સ્ટીમાક જાણે છે કે, આવનારા મૅચ તેમના માટે મુશ્કેલ ભર્યો રહેશે.

FIFA World Cup Qualifier

સ્ટીમાકે કહ્યું કે, 'અમે જાણીએ છીએ કે, આગામી મૅચ અમારા માટે મુશ્કેલ રહેશે. અમે બંને ટીમે ક્વોલિફાયર્સમાં કતર અને બાંગ્લાદેશનો સામનો કર્યો છે. અમે અફ્ઘાનિસ્તાનને એક એવી ટીમના રૂપમાં જોઇએ છીએ જે મૅચમાં શારિરિક શક્તિનો મહતમ ઉપયોગ કરે છે અને સંયમ જાળવી રાખે છે. તેમની પાસે અમુક એવા ખેલાડીઓ છે, જે યુરોપમાં રમવાનો અનુભવ છે. તે ટોપ ડિવિઝનમાં નથી રમતા. પરંતુ, યુરોપમાં રમવાથી પોતાનો આત્મવિશ્વાસ જરૂર વધશે. વિપક્ષી ટીમના ખેલાડીઓને સ્ટેમિના પણ ખૂબ જ સારો છે અને તેઓ અમને ચેતવણી આપે છે.'

ભારત માટે છેલ્લા કેટલાક વર્ષોથી ગોલ સ્કોરરની અછત એક મોટી સમસ્યા છે. અનુભવી સુનીલ છેત્રી ઉપરાંત કોઇ પણ અન્ય ખેલાડી રાષ્ટ્રીય ટીમ માટે સતત ગોલ કરવામાં સફળ થયા નથી. છેત્રીએ પણ મૅચથી પહેલા કહ્યું કે, તેની ટીમને મૅચમાં મળવાનો અવસર લેવો પડશે.

ભારતને અફ્ઘાનિસ્તાન વિરૂદ્ધ અનુભવી ડિફેન્ડર અનસ એડાતોડિકા વગર જ ઉતરવું પડશે. અનસ પોતાની માતાના નિધનને કારણે સ્વદેશ ગયા છે.

બીજી તરફ અફ્ઘાનિસ્તાન ત્રણ અંકો સાથે ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. પરંતુ, ભારત વિરૂદ્ધ તે એક અંડર ડૉગ ટીમના રૂપમાં મેદાનમાં ઉતરશે. અફ્ઘાનિસ્તાનના મુખ્ય કૉચ અનોશ દસ્તગીરનું માનવું છે કે, તેની ટીમે હાલમાં મોટી ટીમોને હરાવી છે, જેથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધેલો છે.

ગોલકીપરઃ ગુરપ્રીત સિંહ સંધૂ, અમરિંદર સિંહ, ધીરજ સિંહ
ડિફેન્ડરઃ પ્રીતમ કોટાલ, નિશુ કુમાર, રાહુલ ભેકે, નરેન્દ્ર, આદિલ ખાન, સાર્થક ગોલુઇ, સુભાશીષ બોસ, મંદાર રાવ દેસાઇ
મિડફિલ્ડરઃ ઉદાંતા સિંહ, જૈકીચંદ સિંહ, સેમિનલેન ડોંગલ, રેનિયર ફર્નાંડિસ, વિનીત રાય, સહલ અબ્દુલ સમદ, પ્રણૉય હલ્દી, અનિરૂદ્ધ થાપા, લાલિયાંજુઆલા ચાંગટે, બ્રેંડન ફર્નાંડેઝ, આશિક કુરૂયન
ફોરવડર્સઃ સુનીલ છેત્રી, ફારૂક ચૌધરી, માનવીર સિંહ

ABOUT THE AUTHOR

...view details