ગુજરાત

gujarat

ETV Bharat / sports

COVID-19: ફેબ્રુઆરીમાં થશે ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન - અંડર-17 મહિલા ફુટબોલ

કોવિડ-19 મહામારીના કારણે સ્થગિત કરી દેવામાં આવેલા ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપનું હવે આગામી વર્ષ 2021માં ભારતમાં જ 17 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીમાં આયોજન કરવામાં આવશે. અખીલ ભારતીય ફુટબોલ મહાસંઘ અને સ્થાનિક આયોજન સમિતિ(LOC)એ મંગળવારે આ અંગે પુષ્ટી કરી છે.

ETV BHARAT
COVID-19: ફેબ્રુઆરીમાં થશે ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન

By

Published : May 12, 2020, 8:10 PM IST

નવી દિલ્હીઃ અખીલ ભારતીય ફુટબોલ મહાસંઘ અને સ્થાનિક આયોજન સમિતિએ મંગળવારે પુષ્ટી કરી કે, ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન 17 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન કરવામાં આવશે.

વિશ્વ ફુટબોલની મોટી સંસ્થા ફિફાએ મહામારીથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિઓનું ઊંડુ મૂલ્યાંકન કર્યા બાદ મંગળવારે આ નિર્ણય લીધો છે.

આ અગાઉ ફિફા અંડર-17 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે 2થી 21 નવેમ્બર દરમિયાન ભારતના 5 શહેરમાં થવાનું હતું, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે એપ્રિલમાં આને સ્થગિત કરી દેવામાં આવી હતી.

ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ

LOCએ એક નિવેદનમાં કહ્યું, ફિફાની જાહેરાત બાદ, AIFF અને LOVને ભારતમાં થનારા ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપની નવી તારીખની પુષ્ટી કરવામાં ખૂબ ખુશી થઇ રહી છે. હવે આનું આયોજન આવનારા વર્ષે 17 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન કરવામાં આવશે.

સમિતિએ કહ્યું કે, અમે એક અદભૂત ટૂર્નામેન્ટની મેજબાની કરવાની આશા કરી રહ્યાં છીંએ. જે ભારતમાં મહિલાઓના ફુટબોલને પ્રોત્સાહિત કરવાનું સાચું મંચ બનશે. તમામ મેજબાન શહેરોએ અત્યાર સુધી ખૂબ પ્રયાસ અને પ્રતિબદ્ધતા દર્શાવી છે. અમે ખુશ છીંએ કે, નવી તારીખો એમને આગળ વધવામાં મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે, ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ દેશના 5 શહેર કોલકાતા, ગુવાહાટી, ભુવનેશ્વર, અમદાવાદ અને મુંબઈમાં રમાવવાની છે. આ પ્રતિયોગિતામાં 16 ટીમ ભાગ લેશે.

ABOUT THE AUTHOR

...view details