ગુજરાત

gujarat

ETV Bharat / sports

FIFAએ લિઓનલ મેસ્સીને ભૂલથી એવોર્ડ આપવાની વાતને નકારી - Etv Bharat

જ્યૂરિખ: વર્લ્ડ ફૂટબોલની નિયમનકારી સંસ્થા FIFAએ આર્જેન્ટિનાના લિઓનલ મેસ્સીને આ વર્ષે વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં વોટિંગની બાબતને લઈને થયેલી ભૂલની વાતને નકારી દીધી છે.

Etv Bharat

By

Published : Sep 28, 2019, 10:58 AM IST

નિકારાગુઆના કેપ્ટન જુઆન બારેરાએ કહ્યું હતુ કે, મેસ્સીને અપાયેલા એવોર્ડની તપાસ કરવામાં આવે કારણ કે તેઓએ મેસ્સીને વોટ આપ્યો નથી.

નિકારાગુઆના કેપ્ટન જુઆન બારેરાની આ વાતને ગંભીરતાથી લેતા FIFAએ આ બાબતની તપાસ કરી હતી. જેના બાદ ફીફાએ એક નિવેદન જાહેર કર્યું કે, 'અમે નિકારાગુઆ દ્વારા દાખલ કરાયેલ કાગળને જોયા. ત્યારે અમે જોયું કે તેમાં બધા જ સંઘના અઘિકારીઓના હસ્તાક્ષર છે'

ઉચ્ચ સંસ્થાએ કહ્યું કે, "અમે ફેડરેશન દ્વારા ફાઇલ કરેલી વોટશીટની તુલના કરી હતી જે અમે અમારી વેબસાઇટ પર જાહેર કરી હતી. તે પછી અમે કહી શકીએ છીએ કે, અમારી પાસે ખેલાડી દ્વારા હસ્તાક્ષર કરાયેલ વોટ છે. અમે આ મુદ્દે નિકારાગુઆ ફૂટબોલ ફેડરેશનને તપાસ કરવાનું કહ્યું છે "

ABOUT THE AUTHOR

...view details