ગુજરાત

gujarat

ETV Bharat / sports

FIFAએ લીધો મોટો નિર્ણય, હવે રાષ્ટ્રીય ટીમ બદલી શકશે ફુટબૉલર - latestgujaratinews

ફીફાએ નવા નિયમથી એ ખેલાડીઓને બીજી ટીમ સાથે જોડવા માટે મદદ મળશે. જેમણે પ્રથમ ટીમનું 21 વર્ષ થયા પહેલા વધુમાં વધુ 3 વખત અને ઓછામાં ઓછા 3 વર્ષ પહેલા પ્રતિનિધિત્વ કર્યું છે.

ફુટબૉલર
FIFA

By

Published : Aug 20, 2020, 12:25 PM IST

જિનેવા: વર્લ્ડ ફુટબૉલનું સંચાલન કરનાર સંસ્થા ફીફાએ બુધવારે જાહેરાત કરી કે, ખેલાડીઓને બીજી ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે નવો નિયમ આવી રહ્યો છે. જે નવી ટીમ સાથે જોડાવા ફુટબૉલરોને મદદગાર સાબિત થશે. નિયમોમાં એ ખેલાડીઓને તક મળશે. જે અન્ય દેશમાંથી રમવાને પાત્ર છે, પરંતુ તેમણે પ્રથમ રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવું પડશે. તેવી જ રીતે પ્રતિસ્પર્ધી મેચમાં માત્ર એક મિનિટ માટે રમવા માટે તે નિયમ સાથે જોડાશે.

FIFA

નવા નિયમોથીએ ખેલાડીઓને બીજી ટીમ સાથે રમવા માટે મદદ મળશે. જેમણે પોતાની પ્રથમ ટીમનું 21 વર્ષ થયા પહેલા વધુમાં વધુ 3 વખત અને ઓછામાં ઓછા 3 વર્ષ પહેલા પ્રતિનિધિત્વ કર્યું હોય. આ ટૂર્નામેન્ટને ક્વાલિફાઈગ મેચ પણ સામેલ છે. જો નિયમોને ફીફાની 18 સપ્ટેમ્બર રમાનાર ઑનલાઈન કોંગ્રેસ 211 સભ્યો દેશોની મંજૂરી મળી જાય છે, તો નિયમને આવતા મહિનાથી લાગુ કરવામાં આવશે. આ પહેલા ફીફાએ કહ્યું હતું કે, કોવિડ-19ના કારણે 5 સબ્સીટિયૂટનો નિયમ 2020-21 સીઝનના અંત સુધી લાગુ રહેશે.

FIFA

ફીફાએ એક નિવેદનમાં કહ્યું કે, 8 મે 2020ના લેવામાં આવેલા નિર્ણય જે 2020 સીઝન પૂર્ણ થવા સુધી ટીમને 5 સબ્સીટિયૂટની મંજૂરી આપવામાં આવી હતી. આઈએફબીના બોર્ડ નિર્દેશકોએ આ નિયમને આગળ પણ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વિસ્તારથી કરવામાં આવેલી સમીક્ષા બાદ જેમાં બધા જ હિસ્સેદારોનો ફીડબેક સામેલ છે અને કોવિડ-19ની સ્થિતિને લઈ વિશ્લેષણ પણ આઈએફએબીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ આ નિયમને લઈ 31 જુલાઈ 2021 સુધીમાં પૂર્ણ થનારા ટૂર્નામેન્ટમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરના ટૂર્નામેન્ટમાં જુલાઈ-ઓગસ્ટ 2021 સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details