ફીફા બેસ્ટ પ્લેયર ઓફ ધ યરની રેસમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેધરલેન્ડના વર્જિલ વૈન ડિકના નામ પણ શામેલ હતા. જેને પાછળ રાખી દિગ્ગજ ફુટબોલર લિયોનલ મેસ્સી બાજી મારી લીધી હતી.
FIFA Award 2019: ફીફાએ માન્યું મેસ્સી છે ફુટબોલનો બાદશાહ, મળ્યો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ - fifa mens player award
મિલાન: ફુટબોલ જગતના મહાન ખેલાડીઓમાંથી એક એવા લિઓનલ મેસ્સીને ફીફા દ્વારા 6ઠ્ઠી વખત 'પ્લેયર ઓફ ધ યર' ના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ વર્ષે ફીફા બેસ્ટ એવોર્ડનું આયોજન ઈટલીના મિલાનમાં કરવામાં આવ્યું છે.

પોતાના બીજા ઘર એવા ઈટલીના મિલાનમાં કાર્યક્રમ હોવા છતાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કાર્યક્રમમાં ભાગ લીધો નહોંતો. બેસ્ટ ફીફા પ્લેયર સિવાય જો ફુટબોલ જગતમાં સર્વશ્રેષ્ઠ કોચની વાત કરીએ તો આ એવોર્ડ લિવરપૂલના ક્લબ મેનેજર જર્ગેન ક્લોપના નામે રહ્યો. જેઓએ ગયા વર્ષ આ ટીમને પોતાની કોચિંગને કારણે ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતાડ્યો હતો. તો બીજી તરફ બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ લિવરપૂલ ટીમના કેએલિસન બેકરના નામે રહ્યો. એલિસન બ્રાઝીલ નેશનલ ટીમના પણ ગોલકીપર છે. જણાવી દઈએ કે, ગયા વર્ષે ક્રોએશિયન પ્લેયર લુકા મોડ્રિકને આપવામાં આવ્યો હતો.