ગુજરાત

gujarat

ETV Bharat / sports

FIFA Award 2019: મેગન રપિયો બની 'વુમન ઓફ ધ યર' - megan rapinoe

મિલાન: ફીફા દ્વારા આયોજીત ફીફા બેસ્ટ પ્લેયર ઍવોર્ડમાં 'વુમન ઓફ ધ યર' નો એવોર્ડ USની મેગન રેપિયોના નામે થયો છે. જ્યારે બેસ્ટ મહિલા ગોલકીપરનો એવોર્ડ નેધરલેન્ડની ખેલાડી વૈન વીનેદાલના નામે રહ્યો છે.

etv bharat

By

Published : Sep 24, 2019, 1:10 PM IST

આ વર્ષે રમાયેલ ફીફા વુમન વર્લ્ડ કપમાં મેગન રેપિયોને ગોલ્ડન શૂઝ આપીને નવાજવામાં આવી હતી. મેગને ફ્રાંસમાં રમાયેલા વૂમન વર્લ્ડ કપમાં 5 ગોલ કર્યા હતા. જેના બાદ રેન એફસી તરફથી રમતી વખતે તેના પ્રદર્શનમાં પણ ઘણા ફેરફાર જોવા મળ્યા હતા.

એવોર્ડ લીધા બાદ મેસ્સી અને મેગન

ઈટલીના મિલાનમાં આયોજીત થયેલ સમારોહમાં અમેરિકી ટીમના કોચ જિલ એલિસને 'સર્વશ્રેષ્ઠ મહિલા કોચ' ના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જિલની અધ્યક્ષતામાં અમેરિકાની ટીમને વુમન વર્લ્ડ કપ 2019ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બેસ્ટ મહિલા ગોલકિપરનો એવોર્ડ નેધરલેન્ડની ખેલાડી વૈન વીનેદાલના નામે રહ્યો છે. જો કે એટલિકો મૈડ્રિડ ફુટબોલ ક્લબ તરફથી પણ રમતી હતી. તેની અધ્યક્ષતામાં નેધરલેન્ડે ફીફા વુમન ફૂટબોલ વર્લ્ડ કપ 2019માં ફાઈનલ સુધીનો સફર નક્કી કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details