તુરિન : ઇટાલિયન ક્લબ જુવેંટ્સ અને પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કોરોના વાઇરસના કારણે પોર્ટુગલમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉન બાદ ઇટલી ખાતે આવ્યો છે.
લોકડાઉન બાદ ઇટલી પહોંચ્યો રોનાલ્ડો - ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્ટુગલના મડીરાથી પોતાના જેટ દ્વારા રાત્રે ઇટલીના તુરીન ખાતે પહોંચ્યો હતો. ઇટલી પહોંચ્યા બાદ હવે તે બે અઠવાડીયા સુધી ક્વોરેન્ટાઇન હેઠળ રહેશે.
લોકડાઉન બાદ ઇટલી પહોંચ્યો રોનાલ્ડો
ઇિટલીના મીડિયા રીપોર્ટ્સ મુજબ રોનાલ્ડો પોર્ટુગલના મડીરાથી જેટ દ્વારા રાત્રે ઇટલીના તૂરીન ખાતે પહોંચ્યો હતો. ઇટલી પહોંચ્યા બાદ બે અઠવાડિયા માટે ક્વોરેન્ટાઇન હેઠળ રહેશે.
સેરી-એ ક્લબ જુવેંટ્સની ટીમના ખેલાડીઓનું સોમવારે પ્રશિક્ષણ શરૂ કરી દીધુ છે. જેને ધ્યાને લેતા જુવેંટ્સે પોતાના તમામ 10 વિદેશી ખેલાડીઓને પરત બોલાવ્યા છે.