ગુજરાત

gujarat

ETV Bharat / sports

AIFF ફૂટબોલ માટે સંશોધિત સીઝન અને ડાન્સફર વિન્ડોની ડેટ રિલીઝ કરી - ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ)

ભારતીય ફૂટબોલની ટ્રાન્સફર વિંડો 9 જૂનથી 31 ઓગસ્ટ સુધી ખુલ્લી રહેશે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે ભારતીય ફૂટબોલની વર્તમાન સીઝન આઇ-લીગ સમાપ્ત થઈ હતી.

AIFF announces dates for 2020-21 season
AIFF ફૂટબોલ માટે સંશોધિત સીઝન અને ડાન્સફર વિન્ડોની ડેટ રિલિઝ કરી

By

Published : Jun 9, 2020, 8:23 PM IST

કોલકાતા: ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ)એ મંગળવારે કહ્યું કે, ભારતીય ફૂટબોલની 2020-21 સીઝન ચાલું વર્ષે 1 ઓગસ્ટથી 31 મે, 2021 સુધી ચાલું રહેશે. આ જ સમયે તેની ટ્રાન્સફર વિંડો 1 ઓગસ્ટથી 20 ઓક્ટોબર સુધી ખુલ્લી રહેશે.

AIFFએ તમામ સભ્ય સંગઠનોને મોકલેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, અમે તમને જણાવી ખુશ છીએ કે, ફીફાએ 2020-21 માટે AIFFની સંશોધિત સીઝનની તારીખ અને નોંધણીનો સમય (ટ્રાન્સફર વિંડો)ને મંજૂરી આપી દીધી છે.

મહત્વનું છે કે, સામાન્ય રીતે ભારતીય ફૂટબોલની ટ્રાન્સફર વિંડો 9 જૂનથી 31 ઓગસ્ટની વચ્ચે ખુલ્લી હોય છે. આ વખતે કોરોના રોગચાળાને કારણે ભારતીય ફૂટબોલની વર્તમાન સીઝન આઇ-લીગ સમાપ્ત થઈ ગઈ હતી. ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ)ની ફાઇનલ યુન એફસી વચ્ચે રમાઈ હતી, જે ખાલી સ્ટેડિયમમાં રમાઈ હતી.

બીજી ટ્રાન્સફર વિંડો 1 જાન્યુઆરી, 2021થી 31 જાન્યુઆરી, 2021 સુધી ખુલ્લી રહેશે, જ્યારે પ્રભાવશાળી ખેલાડીઓની નોંધણી પ્રક્રિયા 1 ઓગસ્ટથી 31 મે, 2021 સુધી ચાલુ રહેશે.

ABOUT THE AUTHOR

...view details