હૈદરાબાદ: પ્રીમિયર લીગની 2020-21 ની સીઝન 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 23 મેના રોજ સમાપ્ત થશે. શુક્રવારે તેની જાણકારી આપવામાં આવી હતી. બ્રિટીશ મીડિયા રિપોર્ટ અનુસાર લીગે મેચનાં સમયપત્રકની જાણકારી આપી નથી. પ્રીમિયર લીગની ચાલુ સીઝન રવિવારે શરૂ થશે. કોરોના વાઇરસ મહામારીના કારણે વર્તમાન સીઝન પૂર્વનિર્ધારિત સમયથી બે મહિના પછી સમાપ્ત થઇ રહી છે. આગામી સીઝનની તારીખો પર ક્લબો વચ્ચે કોન્ફરન્સ કોલ દ્વારા સહમતિ થઇ હતી.
પ્રીમિયર લીગની આગામી સીઝન 12 સપ્ટેમ્બરથી થશે શરૂ - Premier League news
પ્રીમિયર લીગની 2019-20 સીઝનની છેલ્લી મૅચ 26 જુલાઈએ રમાશે. કોરોના વાઇરસની મહામારીને કારણે સીઝન લગભગ ત્રણ મહિના માટે મુલતવી રાખવામાં આવી હતી.
વધુમાં જણાવીએ કે, આગામી સીઝન પહેલાં તૈયારીઓ માટે ટીમોને આશરે સાત સપ્તાહનો સમય મળશે. પ્રીમિયર લીગે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રીમિયર લીગના શેરહોલ્ડરો 12 સપ્ટેમ્બરથી 2020-21 સુધીમાં પ્રીમિયર લીગની સિઝન શરૂ કરવા સહમત થયા છે. તમામ ઘરેલુ સ્પર્ધાઓના નિર્ધારણ સંબંધમાં એફએ (ફૂટબોલ એસાસિએશન ) અને ઇએફએલ ( ઇંગ્લિશ ફૂટબોલ લીગ ) સલાહ લેવાનું ચાલુ રાખશે.
યૂઇએફએ ચેમ્પિયન્સ લીગ 2019-20 સીઝન અને યુરોપા લીગ પણ કોરોના વાઇરસને કારણે સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે હવે 23 ઓગસ્ટે પૂર્ણ થશે. મૂળરૂપે પ્રીમિયર લીગની નવી સીઝન 8 ઓગસ્ટથી શરૂ થવાની હતી. પરંતુ કોરોના વાઇરસની મહામારીને કારણે પ્રીમિયર લીગ દ્વારા 2019-20ની સીઝન મોકૂફ રાખવામાં આવી હતી. જેના કારણે નવી સીઝન મોડી શરૂ થશે.