નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન યુવરાજ સિંહે મંગળવારે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને એક ભાવનાત્મક (Yuvraj Singh Letter to Virat Kohli) પત્ર લખ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, મેં તેને એક ક્રિકેટર અને વ્યક્તિ તરીકે વધતો જોયો છે. ઉપરાંત, 304 વન-ડે ઈન્ટરનેશનલ અનુભવી ખેલાડી યુવરાજ સિંહે મેદાન પર અને મેદાનની બહાર કોહલી સાથેની ઘણી વાતચીત વિશે જણાવ્યું છે. બંને બેટ્સમેનો વર્ષ 2014માં ભારતીય ટીમ અને ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RBC) માટે સાથે રમ્યા છે.
કોહલીએ દેશના ખેલાડીઓને પ્રેરિત કર્યા
કોહલીએ તાજેતરમાં જ ટેસ્ટ ઈતિહાસમાં ચોથા સૌથી સફળ કેપ્ટન તરીકેનો તેનો કાર્યકાળ સમાપ્ત કર્યો હતો, જેમાં તેણે ભારતનું નેતૃત્વ કર્યું હતું તે 68 માંથી 40 મેચ જીતી હતી. 40 ટેસ્ટ રમી ચૂકેલા યુવરાજે જણાવ્યું કે કેવી રીતે કોહલીએ પોતાની મહેનતથી દેશના ઘણા ખેલાડીઓને પ્રેરિત કર્યા.
યુવરાજ સિંહે ટ્વીટમાં શું લખ્યું
યુવરાજ સિંહે ટ્વીટ (Yuvraj Singh Tweet on Kohli) કર્યું, "દિલ્હીના નાના છોકરા (વિરાટ કોહલી) ને, હું મારા ખાસ જૂતા (Yuvraj Singh send a Gift to Virat Kohli) આપવા માંગુ છું. તે એક કેપ્ટન તરીકે તેની કારકિર્દીની ઉજવણી કરી રહ્યો છે. જેને વિશ્વભરના લાખો ચાહકોને સ્મિત આપ્યું છે. હું આશા રાખું છું કે તમે જેવા છો તેવા જ રહો, તમે જે રીતે કરો છો તે રીતે રમો અને દેશને ગૌરવ અપાવતા રહો.
"બાળકને વાદળી જર્સી પહેરવાનું સ્વપ્ન જોવાની પ્રેરણા મળી"
યુવરાજે પત્રમાં લખ્યું, વિરાટ, મેં તને એક ક્રિકેટર અને વ્યક્તિના રૂપમાં વધતો જોયો છે. નેટ્સમાં તે યુવા ખેલાડી (જે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ સાથે ખભે ખભા મિલાવીને ચાલતો હતો) હવે તમે પોતે જ એક લિજેન્ડ છો, જેણે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. મેદાન પર તમારી શિસ્ત, જુસ્સો અને રમત પ્રત્યે નિષ્ઠાથી આ દેશના દરેક નાના બાળકને બેટ હાથમાં લેવા અને એક દિવસ વાદળી જર્સી પહેરવાનું સ્વપ્ન જોવાની પ્રેરણા મળી છે.
આ પણ વાંચોઃભારતમાં પણ આવું બન્યું છે: પાકિસ્તાની ક્રિકેટમાં થપ્પડ મારવાનો વીડિયો વાયરલ
"કોહલી યુવાનો માટે પ્રેરણારૂપ"
યુવરાજ સિંહે 33 વર્ષીય કોહલીના વખાણ કરતા કહ્યું કે, રમતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન માના (Former Captain Virat Kohli) એક તરીકે, તે તેની સખત મહેનત અને નિશ્ચયને કારણે યુવાનો માટે પ્રેરણારૂપ છે. "તમે દર વર્ષે તમારા ક્રિકેટના સ્તરને વધાર્યું છે. અને આ અદ્ભુત રમતમાં પહેલેથી જ એટલું બધું હાંસલ કર્યું છે કે તે તમને તમારી કારકિર્દીમાં આ નવો અધ્યાય શરૂ કરવા માટે વધુ ઉત્સાહિત બનાવે છે." તમે એક મહાન કેપ્ટન અને મહાન લીડર રહ્યા છો. હું તમારા તરફથી ઘણા વધુ પ્રખ્યાત રન ચેઝની રાહ જોઈ રહ્યો છું.
કિંગ કોહલી હંમેશા ચીકુ જ રહેશે
પંજાબ કિંગ્સના ભૂતપૂર્વ સુકાની યુવરાજે પણ કોહલીને ગોલ્ડન બૂટની સ્પેશિયલ એડિશન આપી હતી. અને કહ્યું હતું કે સ્ટાર બેટ્સમેન ભલે દુનિયા માટે 'કિંગ કોહલી' હોય, પરંતુ તેના માટે તે હંમેશા ચીકુ જ રહેશે.
આ પણ વાંચોઃPraggnanandhaa beats Carlsen: પ્રજ્ઞાનન્ધાએ વર્લ્ડ ચેમ્પિયન કાર્લસન પર જીત બાદ વધુ 2 જીત મેળવી