નવી દિલ્હીઃવુમન્સ પ્રીમિયર લીગનું પ્રથમ ટાઈટલ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ખુશીની કોઈ સીમા ન રહી. મુંબઈ ઈન્ડિયન્સની આ ઐતિહાસિક જીત છે. WPL ફાઇનલમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કરતા દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યા બાદ મુંબઈના ખેલાડીઓએ મેદાન પર ખૂબ જ મસ્તી કરી હતી અને ડાન્સ કરીને આ જીતની ઉજવણી કરી હતી. ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ ખેલાડીઓની આ મજા મોડી રાત સુધી ચાલુ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સનું આ સેલિબ્રેશન જોઈને નહોતું થઈ રહ્યું. મુંબઈની આ ઉજવણી સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ મેળવી રહી છે.
આ પણ વાંચો:Bhagwani Devi Bags Gold : 95 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ જીતી બતાવ્યું કે રમવાની કોઈ ઉંમર હોતી નથી
WPLની ફાઈનલ મેચમાં 26 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલરોએ દિલ્હી કેપિટલ્સને 131 રનમાં રોકી હતી. જે બાદ પોતાના લક્ષ્યનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કર્યો હતો. આ રીતે મુંબઈએ દિલ્હીને 7 વિકેટે હરાવી WPL ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. આ મેચમાં મુંબઈના બેટ્સમેન નેટ સિવરે વિનિંગ ફોર ફટકારતા જ ટીમના તમામ ખેલાડીઓ મેદાન તરફ દોડવા લાગ્યા હતા અને ખુશીથી કૂદી પડ્યા હતા. પછી શું મુંબઈ ઈન્ડિયન્સની ભવ્ય ઉજવણી મેદાન પર જ શરૂ થઈ ગઈ અને મેદાનની ચારેબાજુ આતશબાજી થવા લાગી. ટીમના તમામ ખેલાડીઓ મસ્તી સાથે ડાન્સ કરવા લાગ્યા અને મોડી રાત સુધી મેદાનમાં બધાએ ડાન્સ કર્યો. ખેલાડીઓના સેલિબ્રેશન અને ડાન્સનો વીડિયો ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
આ પણ વાંચો:IPL 2023 MS Dhoni: ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મોટો ધમાકો કરી શકે
ખેલાડીઓએ ટોફી સાથે ડાન્સ કર્યો: BCCI પ્રમુખ રોજન બિન્ની અને BCCI સેક્રેટરી જય શાહે કેપ્ટન હરમનપ્રીત કૌરને સન્માન સાથે WPL ટ્રોફી અર્પણ કરી. આ પછી હરમનપ્રીત કૌર પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શકી અને ટીમના તમામ ખેલાડીઓ સાથે મળીને તેણે ટ્રોફી ઉપાડી. આ જીત બાદ તમામ ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. ખેલાડીઓએ મુંબઈ ઈન્ડિયન્સની કોચ ઝુલન ગોસ્વામી સાથે ખૂબ જ મસ્તી કરી હતી અને એટલું જ નહીં, ખેલાડીઓએ ટોફી સાથે ડાન્સ પણ કર્યો હતો.