ગુજરાત

gujarat

ETV Bharat / sports

World Test Championship Final: કાઈલ જેમિસનના કહેર પછી કોનવેએ પણ ફટકારી અડધી સદી - ઈશાંત શર્મા

ઈંગ્લેન્ડના સાઉથમ્પટનમાં ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ત્યારે WTCના ઐતિહાસિક મેચમાં ભારતની પહેલી ઈનિંગ 217 રન પર જ સમેટાઈ ગઈ હતી. જ્યારે ત્રીજા દિવસની રમત પૂર્ણ થવા સુધી ન્યૂ ઝિલેન્ડે 2 વિકેટ ગુમાવીને 101 રન બનાવી લીધા છે. ન્યૂ ઝિલેન્ડ અત્યારે ભારતની પહેલી ઈનિંગના આધાર પર 116 રન પાછળ છે.

World Test Championship Final: કાઈલ જેમિસનના કહેર પછી કોનવેએ પણ ફટકારી અડધી સદી
World Test Championship Final: કાઈલ જેમિસનના કહેર પછી કોનવેએ પણ ફટકારી અડધી સદી

By

Published : Jun 21, 2021, 11:50 AM IST

  • ઈંગ્લેન્ડના સાઉથમ્પટનમાં ભારત અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચેવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ની ફાઈનલ મેચ
  • WTCના ઐતિહાસિક મેચમાં ભારતની પહેલી ઈનિંગ (First Inning) 217 રન પર જ સમેટાઈ ગઈ
  • ન્યૂ ઝિલેન્ડ ખિતાબી મેચના ત્રીજા દિવસને પોતાના નામે કરવામાં સફળ રહ્યું હતું

સાઉથમ્પ્ટનઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship)ની ફાઈનલમાં ન્યૂ ઝિલેન્ડ સામે ભારતીય ટીમની પહેલી ઈનિંગ રવિવારે ત્રીજા દિવસે 217 રન પર સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ દિવસની મેચ સમાપ્ત થવા સુધી ન્યૂ ઝિલેન્ડે 2 વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા હતા. લાંબા કદના ઝડપી બોલર કાઈલ જેમિસને (Kyle Jamieson) પોતાની આઠમી ટેસ્ટ મેચમાં પાંચમી વખત ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. ત્યારબાદ બેટ્સમેન ડેવોન કોનવેએ (Devon Conway) સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. આનાથી ન્યૂ ઝિલેન્ડ ખિતાબી મેચના ત્રીજા દિવસને પોતાના નામે કરવામાં સફળ રહ્યું હતું.

આ પણ વાંચો-The Flying Sikh Milkha Singhનું સમગ્ર જીવન રહ્યું સંઘર્ષમય, જુઓ

ત્રીજા દિવસે અડધા જ કલાકમાં મેચ પૂર્ણ કરાઈ

ત્રીજા દિવસની મેચ ખરાબ પ્રદર્શનના કારણે અડધા કલાકમાં જ સમાપ્ત કરવામાં આવી. મેચના પહેલો દિવસ વરસાદથી ધૂળ આવી ગઈ હતી. જ્યારે બીજા દિવસે પણ 64.4 ઓવર નખાઈ ચૂકી છે. ભારતીય ટીમ અત્યાર સુધી પહેલી ઈનિંગના આધારે ન્યૂ ઝિલેન્ડથી 116 રન આગળ છે. જ્યારે ભારતીય બોલર્સને કીવિ બોલર્સની જેમ સ્વિંગ ન મળી, પરંતુ તેમણે સીમનો સારો ઉપયોગ કર્યો. ન્યૂ ઝિલેન્ડની જોડી ટોમ લાથમ (104 બોલમાં 30) અને કોનવે (153 બોલમાં 54) 34 ઓવર સુધી રન બનાવ્યા ત્યાં સુધી એક પણ સફળતા મળવા નહતી દીધી અને આ તમામની વચ્ચે બંનેએ 70 રન બનાવ્યા.

આ પણ વાંચો-IND vs NZ WTC Final Live Score : પ્રથમ ઈનિંગ્સમાં ભારત 217 પર ઓલઆઉટ, જેમિસને ઝડપી 5 વિકેટ

ઈશાંત શર્મા (Ishant Sharma)એ સારું પ્રદર્શન કર્યું

તો આ તરફ ભારતની ઝડપી બોલર જસપ્રીત બુમરાહે સતત 140 કિમીની ઝડપથી બોલિંગ કરી હતી. ઈશાંત શર્માએ પોતાની લાઈન અને લેન્થ પકડી રાખી હતી. જ્યારે મોહમ્મદ શામી પોતાની સટીકતાથી વિકેટ લેવાની નજીક આવ્યો હતો. આ તમામના દબાણનો ફાયદો છેવટે રવિચન્દ્રન અશિવન (20 રન આપીને એક વિકેટ) લઈને મળ્યો હતો, જેની ફ્લાઈટ લેતા બોલ પર ડ્રાઈવ કરવાના પ્રયાસમાં લાથમે એક્સ્ટ્રા કવર પર વિરાટ કોલહીએ કેચ પકડ્યો હતો. કોહલીએ આ તમામની વચ્ચે બોલિંગમાં સતત ફેરફાર કર્યો અને તેવામાં કોનવેએ ઈશાંત શર્માએ (19 રન આપીને એક વિકેટ) પોતાની એક સ્પેલમાં ઢીલો શોટ રમીને શમીને મિડઓન પર સરળ કેચ લીધો. આ ઓવર પછી દિવસની મેચ સમાપ્ત થવાની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે કેપ્ટન કેન વિલિયમસન 12 રન પર રમી રહ્યો હતો જ્યારે અનુભવી રોસ ટેલરે ખાતું ખોલ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details