ગુજરાત

gujarat

ETV Bharat / sports

World Cup Security : ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન મેચ પહેલાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુરક્ષાના ઘેરામાં, વર્લ્ડ કપ મેચમાં ચુસ્ત બંદોબસ્ત - આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાન ક્રિ્કેટ ટીમ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 20 ઓક્ટોબરે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામે ટકરાશે. અમદાવાદમાં ભારત સામે સાત વિકેટે હાર ખાધા બાબર આઝમની આગેવાનીવાળી ટીમ વધુ એકવાર મેચના જંગમાં ઉરતવા જઇ રહી છે.

World Cup Security : ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન મેચ પહેલાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુરક્ષાના ઘેરામાં, વર્લ્ડ કપ મેચમાં ચુસ્ત બંદોબસ્ત
World Cup Security : ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન મેચ પહેલાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુરક્ષાના ઘેરામાં, વર્લ્ડ કપ મેચમાં ચુસ્ત બંદોબસ્ત

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 9:27 PM IST

બેંગ્લુરુ : આઈસીસી ઓડીઆઈ ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા અહીંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઑસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે 20 ઑક્ટોબરે મેચ રમાશે. બેંગલુરુમાં આયોજિત આ વર્લ્ડ કપની આ પ્રથમ મેચ છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) એ મેચ માટે તમામ તૈયારીઓ કરી લીધી છે અને ટિકિટો લગભગ વેચાઈ ગઈ છે.

યુદ્ધને લઇ સતર્કતા :ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલુ છે અને એવી સંભાવના છે કે કેટલીક સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન આકર્ષિત કરવા માટે મેચના પ્રસંગનો ઉપયોગ કરશે. પોલીસને માહિતી મળી છે કે કેટલાક સંગઠનોએ મેચ દરમિયાન ઈઝરાયેલ અથવા પેલેસ્ટાઈનના સમર્થનમાં પોસ્ટર અને બેનરો લગાવવાની અને નારા લગાવવાની તૈયારી કરી છે. આ પૃષ્ઠભૂમિમાં સતર્ક પોલીસ નિહાળવા આવનાર દરેક વ્યક્તિ પર નજર રાખવા તૈયાર છે, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાની સ્થિતિ :ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન પર આ મેચ જીતવાનું દબાણ છે. ટૂર્નામેન્ટની શરૂઆતથી સતત બે વખત હારનારી ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા સામેની મેચમાં જીતના સિલસિલામાં વાપસી કરી હતી. ઓસ્ટ્રેલિયાએે ત્રણમાંથી માત્ર એક જ જીત મેળવી છે, જો તે માર્કી ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં સરળતાથી પ્રવેશ કરવા માંગે છે તો તેને આ જીતની જરૂર પડશે.

પાકિસ્તાનની સ્થિતિન પાકિસ્તાને ત્રણમાંથી બે જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. નેધરલેન્ડ અને શ્રીલંકા સામે જીત મેળવનાર પાકિસ્તાનનો રન રેટ સારો નહોતો. તેમને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો અને તેમનો રન રેટ -0.137 છે. પાકિસ્તાનને પોઈન્ટની સાથે રન રેટ પુનઃપ્રાપ્ત કરવા માટે જીતની જરૂર છે.

  1. ICC World Cup 2023: શા માટે નેધરલેન્ડમાં ક્રિકેટ સર્વાધિક લોકપ્રિય નથી? આકાશ ચોપરાએ નાણાંની અછતનું કારણ ગણાવ્યું
  2. ICC World Cup 2023: ઈંગ્લેન્ડ સામે મળેલી જીતને કારણે અમે ન્યૂઝિલેન્ડ સામે આત્મવિશ્વાસથી રમી શકશુંઃ અફઘાનિસ્તાન કેપ્ટન
  3. world cup 2023 NED vs SA : વર્લ્ડ કપના ઇતિહાસમાં નેધરલેન્ડની ત્રીજી જીત, દક્ષિણ આફ્રિકા સામે સર્જ્યો મોટો અપસેટ

ABOUT THE AUTHOR

...view details