કોલકાતા: વર્લ્ડ કપ 2023માં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયા છે. તેની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ICCએ આ અંગે જાણકારી આપી છે.
વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા હતા. તે મેચમાં તેઓ માત્ર ત્રણ બોલ જ ફેંકી શક્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયા છેલ્લી ત્રણ મેચમાં તેના વિના રમી હતી. હાર્દિકને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. ભારતે હાલમાં લીગ રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે.
પ્રસિદ્ધ કૃષ્ણ ટીમમાં સામેલ: ગયા મહિને પુણેમાં બાંગ્લાદેશ સામેની ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે હાર્દિકને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે 30 વર્ષીય ખેલાડી સમયસર સ્વસ્થ થવામાં નિષ્ફળ રહ્યો છે. હાર્દિકના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ પાસે વર્લ્ડ કપનો અનુભવ નથી અને તેને પ્રથમ વખત વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધને બેકઅપ તરીકે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. શનિવારે ટૂર્નામેન્ટની ઇવેન્ટ ટેકનિકલ કમિટી તરફથી મંજૂરી મળ્યા બાદ તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ટૂર્નામેન્ટ ટેકનિકલ કમિટીએ શનિવારે ભારતના રિપ્લેસમેન્ટને મંજૂરી આપી હતી. હવે હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણ રવિવારે દક્ષિણ આફ્રિકા સામે યોજાનાર મેચમાં સામેલ થશે. ટીમ ઈન્ડિયાનો સામનો 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા અને 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે થશે. ભારતીય ટીમ પણ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.
- Headline World Cup 2023 : શોર્ટ બોલ સામે સંઘર્ષના દાવાઓ ફગાવતો શ્રેયસ અય્યર, કહ્યું મારી કુશળતા પર વિશ્વાસ છે
- ICC World Cup 2023: અમદાવાદ ખાતે રમાનાર મેચમાં મેક્સવેલ નહીં રમી શકેઃ પેટ કમિન્સ