અમદાવાદ: પાકિસ્તાન આજે વિશ્વ કપમાં ફરી ભારતીય બોલર સામે નિસ્તેજ સાબિત થયું. પાકિસ્તાને તેની સમગ્ર ઇનિંગમાં એક પણ સિક્સર ફટકારી ના શક્યું. ના તો ભારતની ફાસ્ટ અને સ્પિન બોલિંગને સમજી બસ્સો રનને પાર જઇ શક્યું. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે શુક્ર વારે પ્રેસ કોન્ફરન્સ માં વિશ્વ કપમાં પહેલી વાર પાકિસ્તાન ભારતને હરાવશે એવો હુંકાર ભણ્યો હતો. પણ આજે પાકિસ્તાનનું વિશ્વ કપમાં બેટીંગમાં સૌથી ત્રીજું નબળું પ્રદર્શન કર્યું છે. શનિવારની બપોરે આ હાઈ-ટેન્શન ODI મેચમાં ટકી રહેવા માટે ઈનિંગ્સની શરૂઆતમાં પાકિસ્તાની બેટ્સમેનોએ સાવચેતી, સ્થિરતા અપનાવી હતી.
જો કે, પ્રથમ બે ઓવરોએ સંકેત આપ્યો હતો કે,બોલરોએ તેમની લેન્થ પર ફરીથી કામ કરવું પડશે અને તેને ધ્યાનમાં રાખીને વિકેટ ટુ વિકેટ બોલિંગ કરવી પડશે. બીજા છેડેથી સિરાજે થોડી ગરમી અનુભવી અને તેણે રન ફેસ્ટ માટે મૂડ સેટ કરીને, સળંગ ત્રણ, બાઉન્ડ્રી તરફ વળતો બોલ સેટ કર્યો. તે સમયે જ્યારે તેના સુકાની રોહિત શર્માએ તેની સાથે ટૂંકી વાતચીત કરી હતી. મહત્વની સફળતા આઠમી ઓવરમાં મળી જ્યારે સિરાજે અબ્દુલ્લા શફીકને ક્રોસ-સીમ નીચી બોલ પર ફસાવી દીધો.
કેપ્ટન રોહિત શર્માએ બોલરોને લઈને નિર્ણાયક રણનીતિ ઘડી કાઢી હતી, જ્યારે બુમરાહની બેઅસર દેખાવવા લાગી તો ત્યાર બાદ હાર્દિકને અને બીજા છેડે કુલદીપ યાદવને સેટ કર્યા અને તો હૈદરાબાદમાં સદી ફટકાર અને શ્રીલંકાને રગદોળી નાખનાર મોહમ્મદ રિઝવાનને બીજા બોલમાં જાડેડાના હાથે સ્વિપ થઈ ગયો અને તેને આઉટ આપવામાં આવ્યો હતો પરંતુ બેટરે સમીક્ષા કરી અને રેફરલ જીતી લીધો.પાકિસ્તાન 11મી ઓવરમાં 50 રન હતાં અને 19મી ઓવરમાં 100 રન હતા, જ્યારે બાબર આઝમના 29 રન અને રિઝવાનના 14 રને રમતમાં હતા. પાકિસ્તાનના બેટ્સ મેન તક મળી ત્યારે ભાગીદારી નોંધાવી ના શક્યા. જેના કારણે પાકિસ્તાને તેની છેલ્લી ૬ વિકેટ માત્ર ૪૬ રનમાં ગુમાવી. સેટ થનાર બેટ્સમેનો પીચના ઉછાળને ઓળખી ન શક્યા. જેના કારણે બોલ્ડ અને લેગ બિફોર થયા.
પાકિસ્તાનને 200 રનની અંદર નિયંત્રિત રાખવા ભારતીય કેપ્ટન રોહિત શર્માની બોલિંગ ચેન્જ મહત્વની રહી, જસ્પ્રિત બુમરા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાનો બોલિંગ બદલાવ સારો કર્યો હતો. પાવર પ્લેમાં રન રોકી બેટ્સ મેન પર પ્રેશર કરવાનો રોહિતનો વ્યૂહ કામ કરી ગયો. સ્પિનર બોલરોએ વિકેટ ટુ વિકેટ કરી અને ફિલ્ડિંગ પ્રમાણે બોલિંગ કરી પાકિસ્તાનના બેટ્સમેનોને બસ્સોની અંદર સમેટી લીધા. પાકિસ્તાનની ઇનિંગ દરમિયાન અનેક વાર વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન હાર્દિક પંડયા એ કેપ્ટન રોહિત શર્માને સૂચનો કર્યા હતા. પાકિસ્તાન બેટ્સમેન ભારતીય બોલરોને અવગણ્યા હોય તેમ માની સસ્તામાં રમીને આઉટ થયા.
સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અને એક લાખ દર્શકોસામે રમતા પાકિસ્તાનના ૧૧ પૈકી ૬ બેટ્સ મેન તો ડબલ ડિજિલ માં પણ રન નોંધાવી ના શક્યા. આરંભમાં મહમદ શિરાજની બોલિંગ પર પાક બેટ્સમેન હાવી થાય હતા. પણ શીરાઝે અબ્દુલ્લા શફીકને આઉટ કરી ભારતને પહેલી વિકેટ અપાવી. પાકિસ્તાનના ૬ બેટ્સ મેન ફાસ્ટર અને ૪ બેટ્સ મેન્ ને સ્પીનારો એ આઉટ કર્યા. પાકિસ્તાનનો લો સ્કોર પીચને ઓળખી નહિ તેના કારણે છે. મહત્વપૂર્ણ છે કે, સુનિધિ ચૌહાણ અને અરિજિત સિંઘે ગીત અને ડાન્સની શરૂઆત કરીને મોદી સ્ટેડિયમમાં ધમાલ મચાવી હતી. ત્યાર બાદ કેટલાક ખેલાડીઓને સ્ટેડિયમ સુધી પહોંચવા માટે ગ્રીન કોરિડોર કરી આપવામાં આવ્યો હતો.
- india pakistan match: મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટપ્રેમીઓનો સૈલાબ, વિરાટ કોહલીનો ડુપ્લીકેટ બન્યો આકર્ષણનું કેન્દ્ર
- World Cup 2023 : હાર્દિક પંડ્યાએ બોલ પર શું મંત્ર ફૂંક્યો ? કર્યું ઇમામ ઉલ હકનું કામ તમામ, કોહલીને બદલવી પડી જર્સી