ગુજરાત

gujarat

ETV Bharat / sports

World Cup 2023 : પાકિસ્તાનની ટીમે અમદાવાદમાં ચાખ્યો ખાખરા અને જલેબીનો સ્વાદ - પાકિસ્તાની પત્રકાર

14 ઓક્ટોબરના રોજ રમાનારી ભારત સામેની મેચ પહેલા પાકિસ્તાની ટીમના ખેલાડીઓએ કેટલીક ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. શનિવારની મેચ પહેલા પ્રેક્ટિસ બાદ પાકિસ્તાની પ્લેયરોએ અમદાવાદ શહેરમાં તેમનો દિવસ પસાર કર્યો હતો. મીનાક્ષી રાવના જણાવ્યા અનુસાર પાકિસ્તાની ટીમ તેમના કેટલાક ચાહકોના સમર્થનને ચૂકી જશે કારણ કે તેમાંથી માત્ર થોડાને વિઝા આપવામાં આવ્યા છે.

World Cup 2023
World Cup 2023

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 9:01 AM IST

અમદાવાદ : પોતાના કટ્ટર હરીફ ભારતીય ટીમ સામેની ટક્કર પહેલા અમદાવાદ પહોંચેલા પાકિસ્તાન ટીમે કેટલીક ગુજરાતી વાનગીઓ સ્વાદ માણ્યો હતો. પ્રેક્ટિસ બાદ અમદાવાદ શહેરમાં દિવસનો આનંદ માણ્યો હતો. જોકે, પાકિસ્તાની ટીમ માટે એક નિરાશાજનક સમાચાર પણ છે. પાકિસ્તાની ટીમને તેમના ચાહકો તરફથી જોઈતું સમર્થન નહીં મળી શકે કારણ કે, પાકિસ્તાની ચાહકોની માત્ર થોડી જ વિઝા અરજીઓ સ્વીકારવામાં આવી છે.

મોલ, બિરયાની, ખાખરા અને જલેબી

તો, પાકિસ્તાની ટીમનું શું થઈ રહ્યું છે ? તેઓ ભારતમાં તેમનો મોટાભાગનો સમય હૈદરાબાદમાં રહ્યા છે, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું. પરંતુ અન્ય ટીમોની સરખામણીમાં તેઓ સુરક્ષાના દાયરામાં છે. હૈદરાબાદમાં તેઓ ચુસ્ત સુરક્ષા હેઠળ હતા તેમ છતાં પાકિસ્તાની ટીમે કડક સુરક્ષા વચ્ચે GVK મોલની ટૂંકી મુલાકાત લીધી હતી. ઉપરાંત એક બિરયાની આઉટિંગ લીધી હતી. તે સિવાય તેઓ પોતાને સરળ રાખે છે કારણ કે તેમનો સુકાની બાબર આઝમ એવું ઇચ્છે છે. કેટલીક રોમાંચક જીત સાથે પાકિસ્તાની ટીમના ખેલાડીઓ હાલ ફુલ ફોર્મમાં છે.

હવે અમદાવાદની હયાત રિજન્સીમાં તેઓએ ગુજરાતી વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો, જેમાં તેઓને કમસેકમ ખાખરા અને જલેબી પસંદ આવ્યા જ હશે. અલબત્ત અહીં તેઓ વ્હીસલ-સ્ટોપ પ્રવાસ પર છે અને શનિવારે મેચના એક દિવસ પછી બેંગલોર જવા રવાના થશે. તેથી પાકિસ્તાની ટીમનો ગુજરાતમાં કોઈ ફરવાનો પ્લાન નથી. જોકે અહીં એક પાકિસ્તાની પત્રકાર સાથે મળીને બાબર આઝમ ખુશ નજરે આવ્યા હતા.

પાકિસ્તાની ચાહકોની ગેરહાજરી

પાકિસ્તાન ટીમ એકલતા અનુભવી રહી છે અને સમાચારો મુજબ વિશ્વ કપમાં અપેક્ષા કરતા લાંબા સમય સુધી આવી રીતે જ રહેશે. આ વર્લ્ડ કપને કવર કરવા માટે મંજૂરીની માંગ કરનારા 120 પાકિસ્તાની પત્રકારોમાંથી ICC દ્વારા 65 પત્રકારોના વિઝા માટેની અરજીઓની ભલામણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ 65 માંથી માત્ર 20 વિઝા અરજીઓ સ્વીકારવામાં આવી છે. જોકે, AFP તરફથી માત્ર એક પાકિસ્તાની પત્રકાર મેચની પૂર્વ સંધ્યાએ અમદાવાદ પહોંચી શક્યો હતો. જ્યારે કેટલાક અન્ય લોકો મેચના દિવસે સવારે પહોંચી શકશે. અત્યાર સુધી કોઈ પણ પાકિસ્તાની પ્રશંસકને વિઝા આપવામાં આવ્યા નથી અને ટીમની નજીકના લોકો કહે છે કે લગભગ કોઈ આશા નથી કે પાકિસ્તાનના કોઈપણ પ્રશંસકને ભારત-પાકિસ્તાનની હાઈ-ટેન્શન મેચમાં હાજરી આપવા માટે મંજૂરી આપવામાં આવશે. પાકિસ્તાની ચાહકોનું સમર્થન અને ઉત્તેજના નહીં જોવા મળે, તેમની ગેરહાજરી ભારતીય ચાહકો ચૂકી જશે. હાલ પાકિસ્તાની ટીમ દ્વારા વર્લ્ડ કપની મેચમાં ભારતને કોઈક રીતે હરાવવા માટે તેમની અત્યાર સુધીની સૌથી વધુ મહેનત કરશે.

  1. IND Vs PAK: મેચ પહેલા બાબર આઝમે ભારતને T20 વર્લ્ડ કપમાં હારની યાદ અપાવી
  2. World Cup Match in Ahmedabad : અમદાવાદની ભારત પાકિસ્તાન મેચ પર નજર રાખનારા ટીથર ડ્રોન વિશે જાણો

ABOUT THE AUTHOR

...view details