ગુજરાત

gujarat

ETV Bharat / sports

World Cup 2023 : સહી ખેલ ગયે MMT ! ભારત-પાકિસ્તાન મેચ પર MakeMyTrip નો દાવ, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા

ભારત-પાકિસ્તાન મેચ પર MakeMyTrip દ્વારા જબરો દાવ રમવામાં આવ્યો છે. જોકે MakeMyTrip ની એક જાહેરાત પર સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. કંપનીએ ભારત-પાકિસ્તાન મેચ અંગે એક વિવાદાસ્પદ જાહેરાત કરી છે, જેમાં પાકિસ્તાનના પરાજયના માર્જિનને આધારે ગ્રાહકને ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી છે.

World Cup 2023
World Cup 2023

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 6:47 PM IST

અમદાવાદ :ભારત-પાકિસ્તાનના હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા MakeMyTrip ની એક જાહેરાત વિવાદમાં ફસાઈ ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ભારત-પાકિસ્તાનની મેચ પહેલા કંપનીએ પાકિસ્તાનના ચાહકો માટે પાકિસ્તાન ટીમ હારી જવાના કિસ્સામાં વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર કરતી જાહેરાત પોસ્ટ કરી હતી. આ જાહેરાતમાં એક સંસ્કૃત શ્લોક અતિથિ દેવો ભવનો સમાવેશ થાય છે જેના પર સોશિયલ મીડિયામાં ચર્ચાની શરુઆત કરી હતી.

જાહેરાતની શરૂઆતમાં પાકિસ્તાની સમર્થકોને આમંત્રણ આપતા લખ્યું હતું કે, પાકિસ્તાની ચાહકોને ખુલ્લું આમંત્રણ. પ્રિય પડોશીઓ, ચાલો થોડો સમય લઈએ અને આપણી દુશ્મનાવટ ભૂલી જઈએ. છેવટે આવું દરરોજ નથી બનતું કે તમે અમારી મુલાકાત લો. આશા છે કે તમે અમને સારા હોસ્ટ તરીકે સ્વીકારવામાં વાંધો નહીં લો. આજનો દિવસ મોટો હશે.

ઉપરાંત MakeMyTrip દ્વારા આપવામાં આવેલી ઓફર્સમાં લખ્યું છે, જો પાકિસ્તાન 10 વિકેટ અથવા 200 રનથી હારી જાય, તો 50% છૂટ મેળવો. કોડનો ઉપયોગ કરો : BoysPlayedWell, 6 વિકેટ અથવા 100 રન, 30% છૂટ મેળવો. કોડનો ઉપયોગ કરો : EkShaheenHaar, 3 વિકેટ અથવા 50 રન, 10% છૂટ મેળવો. કોડનો ઉપયોગ કરો: NoMaukaMauka.

MakeMyTrip ની આ પ્રકારની જાહેરાતથી સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. જાહેરાતની ઘણી ટીકા થઈ હતી કારણ કે કેટલાકને તે પસંદ ન હતી. જ્યારે કેટલાકે જાહેરાતની તરફેણમાં તેમના મંતવ્યો વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી.

ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ આ જાહેરાતથી ખુશ થયા અને તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. આ ટ્વિટમાં લખ્યું હતું કે "ના ઇશ્ક મેં ના પ્યાર મેં. જો મજા હૈ પાકિસ્તાન કી હાર મેં. ઐસે કૌન ઇન્વાઇટ કરતા હૈ યાર. સહી ખેલ ગયે MMT !

વધુ બે યુઝર rupin1992 અને Trendulkar પણ જાહેરાત પર આનંદ વ્યક્ત કર્યો હતો. જ્યારે કેટલાક યૂઝર્સે MakeMyTrip ની તરફેણમાં પ્રતિક્રિયા આપી તો કેટલાકને તે અત્યંત અણગમતું લાગ્યું અને પોતાના મંત્વય અંગે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી.

એક સોશિયલ મીડિયા યુઝર Newspaperwallah એ પાકિસ્તાની ચાહકોની માફી માંગી છે, જ્યારે અન્ય એક યુઝર Mokrish કહ્યું કે, કંપની નફરતના અભિયાનનો ફાયદો ઉઠાવી રહી છે.

  1. india pakistan match: મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટપ્રેમીઓનો સૈલાબ, વિરાટ કોહલીનો ડુપ્લીકેટ બન્યો આકર્ષણનું કેન્દ્ર
  2. IND VS PAK: ભારત-પાકની હાઈવોલ્ટેજ મેચ જોવા દેશ-વિદેશમાંથી અમદાવાદમાં ચાહકો ઉમટ્યાં

ABOUT THE AUTHOR

...view details