હૈદરાબાદ : ભારતની મેજબાનીમાં ક્રિકેટના સૌથી મોટા મહાકુંભ એવા વનડે વર્લ્ડ કપ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. 5 ઑક્ટોબરથી શરૂ થયેલી આ મેગા ટૂર્નામેન્ટ 19 નવેમ્બર સુધી ચાલશે. આ 46 દિવસો માં કુલ 48 મેચ રમાશે. ગુરૂવારે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 10મી મેચ રમાઈ. જેમાં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. તમામ ટીમો 2-2 મેચ રમી ચુકી છે અને અત્યાર સુધીમાં રમાયેલી તમામ મેચ રોમાંચક રહી છે અને બેટ-બોલની જબરદસ્ત જંગ જોવા મળી ચુકી છે.
ટોપ પર કઈ ટીમ: ક્રિકેટ વિશ્વ કપ 2023માં 10 મેચ રમાયા બાદ પોઈન્ટ્સ ટેબલમાં સાઉથ આફ્રિકા પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. અંકની યાદીમાં ટોપ-4 ટીમોની વાત કરીએ તો આ બધી ટીમે 2-2 મેચ જીતી છે. તમામ ટીમના 4 પોઈન્ટ છે. પરંતુ નેટ રન ડેટાના આધારે તમામનો ક્રમ ઉપર નીચે છે. સાઉથ આફ્રિકાનો નેટ રન સૌથી વધુ +2.360 છે અને તે ટોપ પર છે. બીજા નંબરે ન્યૂઝીલેન્ડ, ત્રીજા નંબર પર ભારત અને ચોથા નંબરે પાકિસ્તાન છે.
ક્યા ખેલાડીના સૌથી વઘુ રન: સાઉથ આફ્રિકાના ધાકડ બેટ્સમેન ક્વિંટન ડી કોકના નામે વિશ્વ કપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 209 રન નોંધાયેલા છે. તેણે સતત બંને મેચમાં સદી ફટકારી છે. પાકિસ્તાનના મોહમ્મદ રીઝવાન 199 રન સાથે બીજા નંબર પર છે, જ્યારે 198 રન સાથે શ્રીલંકાના કુસલ મેન્ડિસ ત્રીજા સ્થાને છે. આ યાદીમાં ચોથા અને પાંચમાં સ્થાને ન્યૂઝિલેન્ડના બેટ્સમેન ડેવોને કોનવે (184) અને રચિન રવિન્દ્ર (174 )છે.
કોણે ઝડપી સૌથી વધુ વિકેટ: ક્રિકટ વિશ્વ કપ 2023માં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 5 બોલરની વાત કરીએ તો ન્યૂઝિલેન્ડના સ્ટાર સ્પિનર મિચેલ સેંટનર 7 વિકેટ સાથે ટોપ પર છે. ત્યાર બાદ ન્યૂઝિલેન્ડના મેટ હેનરી, પાકિસ્તાનના હસન અલી અને ભારતના જસપ્રીત બુમરાહનો નંબર આવે છે. આ ત્રણેયએ અત્યાર સુધીમાં 6-6 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે નેધરલેન્ડના બોલર બાસ ડી લીડે પણ અત્યાર સુધીમાં 5 વિકેટ ઝડપી ચુક્યાં છે.
- IND Vs PAK: ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકોનો ધસારો, મુંબઇથી અમદાવાદ બીજી સ્પેશિયલ ટ્રેન મુકાઈ, AMTS અને BRTSની ખાસ વ્યવસ્થા
- India vs Pakistan Pre Match Ceremony : અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા યોજાશે સેરેમની, જાણો કાર્યક્રમની રૂપરેખા...