નવી દિલ્હીઃ પુરૂષોની IPL બાદ હવે મહિલા IPL પણ ધમાલ મચાવવા માટે તૈયાર છે. મહિલા IPLમાં દેશ-વિદેશની ખેલાડીઓ ચોગ્ગા અને છગ્ગા વડે ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરતી જોવા મળશે. પ્રથમ વખત આયોજિત મહિલા IPL માટે મહિલા ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે મેગા ઓક્શન થશે. જેમાં ફ્રેન્ચાઈઝી પોતાની ટીમો માટે ખેલાડીઓ ખરીદશે.
ખેલાડીઓની હરાજી:બીસીસીઆઈએ ફ્રેન્ચાઈઝી માલિકો સાથે વાત કર્યા બાદ હરાજીની તારીખ નક્કી કરી છે. UAEમાં ચાલી રહેલી ઇન્ટરનેશનલ લીગ T20 અને દક્ષિણ આફ્રિકાની SA20 લીગ 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહી છે. આ પછી ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. WIPL માટે હરાજીમાં ખેલાડીઓ ખરીદવા માટે દરેક ટીમને 12 કરોડ રૂપિયાનું પર્સ મળશે. દર વર્ષે પર્સમાં 1.5 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો:WPL 2023 Auction: આ 5 ખેલાડીઓને હરાજીમાં મળી શકે છે મોટી રકમ, વર્લ્ડકપમાં હતું શાનદાર પ્રદર્શન