નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 27 જુલાઈથી 3 મેચની વન-ડે સિરીઝ શરુ થઈ રહી છે. પ્રથમ ODI માટે તેમની 15 સભ્યોની ટીમની જાહેરાત કરતા, વેસ્ટ ઈન્ડિઝે ટીમની કમાન શાઈ હોપને સોંપી છે, જ્યારે રોવમેન પોવેલને ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમમાં સામેલ નિકોલસ પૂરન અને જેસન હોલ્ડરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
હેટમાયર અને થોમસ વાપસી: ટીમની પસંદગી બાદ માહિતી આપતા પસંદગીકારોએ કહ્યું કે, ડાબા હાથના બેટ્સમેન શિમરોન હેટમાયર અને ફાસ્ટ બોલર ઓશેન થોમસને પરત બોલાવીને ટીમને મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ઓશેન થોમસ નવા બોલથી વિકેટ લેવામાં માહેર છે. જેના કારણે ટીમને ફરી એકવાર સ્થાન મળ્યું છે. જ્યારે મિડલ ઓર્ડરને મજબૂત કરવા માટે ડાબોડી બેટ્સમેન શિમરોન હેટમાયરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પૂરન અને હોલ્ડર બહાર:ટેસ્ટ ટીમમાં સામેલ નિકોલસ પૂરન અને જેસન હોલ્ડરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે બંને ખેલાડીઓ વ્યક્તિગત કારણોસર પસંદગી માટે ઉપલબ્ધ નહોતા અને બંનેએ પસંદગી સમિતિને જાણ કરી હતી. નિકોલસ પૂરન મેજર લીગ ક્રિકેટ રમવા જઈ રહ્યો છે.