ડોમિનિકાઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 થી 16 જુલાઈ દરમિયાન રમાનાર પ્રથમ ટેસ્ટમાં ડાબોડી બેટ્સમેન કર્ક મેકેન્ઝીને પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝની 13 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે રહકીમ કોર્નવોલ અને જોમેલ વોરિકનનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેટ્સમેન એલીક અથાનાઝને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઓલરાઉન્ડર રેમન રેફરનો સમાવેશ:CWIના મુખ્ય પસંદગીકાર ડેસમંડ હેન્સે જણાવ્યું હતું કે, ગુડાકેશ મોતી પીઠના નીચેના ભાગમાં થયેલી ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. આ સ્થિતિમાં બંને સ્પિનરોને તક મળી છે. કાયલ મેયર્સ અને ઝડપી બોલર જેડન સીલ્સને ઈજાના કારણે સમાવેશ કરવામાં આવ્યો નથી. શેનોન ગેબ્રિયલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જેસન હોલ્ડર જ્યારે ઓલરાઉન્ડર રેમન રેફરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
3 વનડે અને 5 ટી-20 મેચ રમાશે:ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 થી 16 જુલાઈ સુધી રમાશે. બીજી ટેસ્ટ મેચ ડોમિનિકામાં 20 જુલાઈથી 25 જૂલાઈ સુધી રમાશે. આ પછી બંને ટીમો 3 વનડે અને 5 ટી-20 મેચ રમશે.