નવી દિલ્હીઃઈન્ટરનેશનલ ટી-20 ટૂર્નામેન્ટની ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે દક્ષિણ આફ્રિકા સામે 7 રને જીત નોંધાવી હતી. આ મેચ જીતીને વેસ્ટ ઈન્ડિઝે સીરીઝ 2-1થી જીતી લીધી છે. અલઝારી જોસેફની શાનદાર બોલિંગના કારણે વેસ્ટ ઈન્ડિઝે સાઉથ આફ્રિકાને ધૂળ ચાટવી છે. વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ નિર્ણાયક અને અંતિમ મેચ વાન્ડર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. બોલર જોસેફે આ ઇનિંગમાં ચાર ઓવરમાં 40 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. શાનદાર આંકડાઓ જોતા જોસેફને 'મેન ઓફ ધ મેચ'નો ખિતાબ મળ્યો છે.
આ પણ વાંચો:PV Sindhu News: બેડમિન્ટન વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 10માંથી પીવી સિંધુ બહાર, સાઈના 31મા ક્રમે
80 રનની ભાગીદારી: પ્રથમ દાવ રમતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 220 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 221 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 221 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી. પ્રથમ વિકેટ માટે માત્ર 32 રનની ભાગીદારી થઈ હતી, જેમાં ક્વિન્ટન ડી કોક 21 રન બનાવીને જોસેફના હાથે કેચ આઉટ થયો હતો. તેના પછી, રિલે રોસોઉએ રિઝા હેન્ડ્રીક્સ સાથે ઇનિંગ્સનું નેતૃત્વ કર્યું. બંને બેટ્સમેન વચ્ચે 80 રનની ભાગીદારી થઈ હતી.