નવી દિલ્હીઃભારતીય ટીમના સ્ટાર ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જ્યારે પણ ઈન્સ્ટાગ્રામ પર કોઈ ફોટો કે વીડિયો પોસ્ટ કરે છે ત્યારે તે વાયરલ થઈ જાય છે અને તેના પર લાખો કોમેન્ટ્સ અને લાઈક્સ આવે છે. કદાચ આ કારણે, ભૂતકાળમાં ઇન્સ્ટાગ્રામ પર તેની કમાણી વિશે ચર્ચા થઈ હતી. જોકે તેણે તેનો ઇનકાર કર્યો હતો.
ટ્રેડમિલ પર વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છેઃ ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફિટનેસ પ્રત્યે પોતાનું સમર્પણ બતાવતા, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મંગળવારે સ્વતંત્રતા દિવસ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે ટ્રેડમિલ પર વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ટ્રેડમિલ પર દોડતો પોતાનો એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે એક ખાસ કેપ્શન પણ આપ્યું.
વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું-
"આજે તો રજા છે, છતા દોડવું તો પડશે.."
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલઃવર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને ટીમ દ્વારા વિરાટ કોહલીને બ્રેક આપવામાં આવ્યો હતો. હવે તે શ્રીલંકાના પ્રવાસે જઈને એશિયા કપ 2023 રમવાની તૈયારી કરી રહ્યો છે. કોહલીના આ વીડિયોને 20 કલાકથી ઓછા સમયમાં 4.5 મિલિયન લોકોએ જોયો અને પસંદ કર્યો છે. એટલું જ નહીં 35 હજારથી વધુ લોકોએ તેને શેર કરી છે. આ વીડિયો જોતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
એશિયા કપની તૈયારીઃવિરાટ કોહલી હવે 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં એશિયા કપ 2023 ની ભારતની પાકિસ્તાન સામે મેચમાં રમતા જોવા મળશે. જેના માટે તે ઘણો પરસેવો પાડી રહ્યો છે. આ વર્ષે, એશિયા કપનું આયોજન હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવશે, જેમાં મેચ પાકિસ્તાન અને શ્રીલંકા બંને દ્વારા યોજવામાં આવશે.
આ પણ વાંચોઃ
- India vs Ireland: આયર્લેન્ડના પ્રવાસમાં આ ખેલાડીઓ પાસે મોટી તક છે, જો તેઓ આ વખતે ગયા તો સમજો
- Virat Kohli: વિરાટ કોહલીએ કહ્યું, આ છે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન, બંનેની પહેલી મુલાકાતનો પણ ખુલાસો કર્યો