કોલંબો:ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2023 ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. કોલંબોમાં રમાયેલી સુપર-4ની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 49.1 ઓવરમાં 213 રન બનાવ્યા બાદ શ્રીલંકાની ઈનિંગને 41.3 ઓવરમાં 172 રનમાં સમેટી લીધી હતી. સ્પિનરોના પ્રભુત્વવાળી આ મેચમાં બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં હાર સાથે જ શ્રીલંકાની વનડેમાં સતત 13 મેચોની જીતનો સિલસિલો પણ તૂટી ગયો હતો.
પ્રથમ દાવમાં ભારતનો ધબડકોઃટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ રોહિત અને શુભમન ગિલે ફરી એકવાર ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ 48 બોલમાં 53 રનની ઝડપી ઇનિંગ રમી હતી અને શુભમન ગિલ સાથે પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાન સામે અણનમ સદી રમનાર લોકેશ રાહુલ 39 અને ઈશાન કિશન 33 અક્ષર પટેલ 26 એ મોહમ્મદ સિરાજ 5 રન સાથે છેલ્લી વિકેટ માટે 27 રનની ભાગીદારી કરી અને ટીમને 213 રન સુધી પહોંચાડી દીધી. શ્રીલંકા તરફથી દિનુથ વેલાલેજે 5 વિકેટ લીધી હતી.