પ્રોવિડન્સ:ગયાના નેશનલ સ્ટેડિયમ ખાતે રવિવારે પાંચ મેચની T20I શ્રેણીની બીજી મેચમાં ભારતને સતત હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે પાંચ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે તિલક વર્માની પ્રથમ અડધી સદીના આધારે 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. જવાબમાં નિકોલસ પૂરને 40 બોલમાં 67 રન ફટકારીને પોતાની ટીમની જીતનો પાયો નાખ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે 18.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
છેલ્લી 2 ઓવરમાં 12 રનની જરૂર હતીઃયુઝવેન્દ્ર ચહલે ચોક્કસપણે 16મી ઓવરમાં 2 વિકેટ લઈને ભારતને મેચમાં પાછા લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અલઝારી જોસેફ અને અકીલ હુસૈને 26 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝને છેલ્લી 2 ઓવરમાં 12 રનની જરૂર હતી અને ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેના સૌથી સફળ બોલર યુઝવેન્દ્ર ચહલને બોલ ન સોંપીને ભૂલ કરી હતી.