- સુપર કેચ કરી હરલીન બની સુપરવુમન
- તેનો કેચ ભારતના મહિલા ક્રિકેટની ગુણવત્તા દર્શાવે છે
- સચિન સહિત BCCIએ પણ કર્યુ ટ્વિટ
ન્યૂઝ ડેસ્ક: ઈંગ્લેન્ડ સામેની આ T20 મેચમાં ભારત ભલે હાર્યું હોય, પણ હરલીનનો આ કેચ યાદગાર બની ગયો છે. ટીમ ઈન્ડિયાના ઘણા પુરુષો અને મહિલા ખેલાડીઓએ શાનદાર કેચ પકડ્યો છે. પરંતુ અત્યારે હરલીનની આ ફિલ્ડિંગ સોશિયલ મીડિયા પર લાઈક અને કોમેન્ટ એકત્રિત કરી રહી છે.
મહિલા ક્રિકેટનું ઉજળું ભવિષ્ય
ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ રહેલી મેચ સફળતાનો નવો રેકોર્ડ બનાવી રહી છે. ટેસ્ટથી લઈને T20 સિરીઝ સુધી, જો કોઈ પણ વાતની ચર્ચા કરવામાં આવી રહી છે, તો તે ક્રિકેટની ગુણવત્તા છે, બંને ટીમોએ જે રીતે રમત બતાવી છે, તે મહિલા ક્રિકેટના આગામી દિવસોની સફળતાની ઝાંખી છે.
હરલીન દેઓલ બની સુપરવુમન
બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે ભારતની હરલીન દેઓલ સુપરવુમન બની હતી. તેણે આવો શાનદાર કેચ પકડ્યો કે, જોન્ટી રોડ્સ અને યુવરાજ સિંહ જેવા સર્વકાલિન શ્રેષ્ઠ ફિલ્ડરો પણ ફિક્કા લાગવા માંડ્યા. હરલીને બાઉન્ડ્રી લાઇન પર જેવી રીતે કેચ પકડ્યો તેણે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. આ આકર્ષક કેચનો અદભૂત વીડિયો જુઓ, જેને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.