નવી દિલ્હી : આગામી મહિને મહિલા T20 વર્લ્ડ કપ ખેલાવા જઇ રહી છે. ત્યારે ભારતના દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે હરમનપ્રીત કૌરની બેટિંગ સાથે પોતાની બેટિંગની તુલના કરી છે. વીરુએ એક ટ્વીટ કરીને આ રસપ્રદ સમાનતા સમજાવી હતી.
બલ્લેબાજીમાં એક સમાનતા : મહિલા ટી20 વર્લ્ડ કપ પહેલાં ભારતીય ટીમનાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પોતાની બેટિંગની તુલના મહિલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે કરી છે. તેમણે જણાવ્યું તે બંનેની બલ્લેબાજીમાં એક સમાનતા છે. તેનો ખુલાસો ખુદ સહેવાગે ટ્વીટ કરીને આપ્યો છે.
પોસ્ટ સોશિયલ મીડિયા પર છવાઇ : મહિલા ટી20 વર્લ્ડ કપ પહેલાં ભારતીયટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ પોસ્ટમાં તેમણે મહિલા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીતને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. 29 જાન્યુઆરીએ અંડર 19 વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલી ટીમ ઇન્ડિયાને ઘણાં ક્રિકેટરો દ્વારા વધાઇ સંદેશ આપવાનો સિલસિલો જારી છે. અંડર 19 વર્લ્ડ કપનું પહેલું સંસ્કરણ જીતીને મહિલા ટીમે ઇતિહાસમાં પોતાનું નામ દર્જ કરાવી દીધું છે. ટીમ ઇન્ડિયાની શાનદાર જીત માટે સોશિયલ મીડિયા પર ફેન્સથી માંડીને કેટલાય દિગ્ગજ ખેલાડીઓએ શુભકામનાઓ આપી છે.
આ પણ વાંચો વીરેન્દ્ર સેહવાગે કહ્યું "જો પંત 100 થી વધુ ટેસ્ટ રમશે તો તેનું નામ ઈતિહાસના પાનામાં નોંધાશે"
બોલરોની ધોલાઇ કરવામાં મજા :મહિલા ટી20 વર્લ્ડ કપ 2023 પહેલાં પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ અને ભારતીય ટીમની કપ્તાન હરમનપ્રીત કૌર વચ્ચેની એક સમાનતા સામે આવી છે. આ વાતનો ખુલાસો ખુદ વીરેન્દ્ર સેહવાગે કર્યો છે. સેહવાગે એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું છે કે મારામાં અને હરમનપ્રીત કૌરમાં એક ચીજ કોમન છે.અમને બંનેને બોલરોની ધોલાઇ કરવામાં મજા આવે છે. વર્લ્ડ કપની સફર ઓક્ટોબરમાં નહી, ફેબ્રુઆરીમાં જ શરુ થઇ ગઇ છે. તમને શુભકામનાઓ.
હરમનપ્રીત કૌરના એક ટ્વીટનો જવાબ : જણાવીએ કે વીરેન્દ્ર સેહવાગે હરમનપ્રીત કૌરના એક ટ્વીટનો જવાબ આપતાં આ વાત લખી હતી. આમાં પહેલાં કપ્તાન હરમનપ્રીત કૌરે ટ્વીટ કરતાં લખ્યું હતું કે જ્યારે મેં ઝુલન દી, ડાયના મેમને જોયાં, તો તેમણે મારી અંદર સેહવાગ સર, યુવી પા, વિરાટ અને રૈના પા સમાન ઝનૂન અને ભાવનાઓ નીકાળી. મેં તેમની જીતનો જશ્ન સમાનરુપે મનાવ્યો છે. હાર થવા પર બરાબર રડી છું. મારા માટે ક્રિકેટ જેન્ટલમેનનો ખેલ નથી બધાંનો ખેલ છે.
આ પણ વાંચો વીરેન્દ્ર સેહવાગે રેસમાં પોતાના પુત્રને જ હરાવ્યો
મહિલા ટી20 વર્લ્ડ કપ ક્યારથી શરુ થશે : મહિલા ટી20 વર્લ્ડ કપની શરુઆત 10 ફેબ્રુઆરીથી થશે. આ વિશ્વકપ દક્ષિણ આફ્રિકામાં ખેલાવાનો છે. આ જીતવા માટે બધા ખેલાડીઓએ કમર કસી લીધી છે. આ ટુર્નામેન્ટની પહેલી મેચ સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. તેની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરીએ રમાશે. આ સિવાય વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલા માટેએક રીઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો 26મીએ હવામાન ખરાબ રહ્યું કે કોઇ અન્ય કારણથી ફાઇનલ મુકાબલો ન થાયતો આ મેચ 27 ફેબ્રુઆરીએ રમાડવામાં આવશે. મહિલા ભારતીય ટીમ પણ આની તૈયારીઓમાં લાગી ગઇ છે. હવે ખેલાડીઓને એક જ મકસદ છે કે ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લાવવામાં આવે.