જોહાનિસબર્ગ:ભારતીય સુકાની વિરાટ કોહલી (Virat kohlis troubles) પીઠની સમસ્યાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાંથી (second test Match Against South Africa) બહાર થઈ ગયો હતો. વિરાટ કોહલીની સ્લિપ ડિસ્કની સમસ્યા ફરી વધી ગઇ હોય તેવું લાગે છે જેના લીધે 2018માં પણ ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ રમી શક્યો ન હતો. જો કોહલી આ ટેસ્ટમેચ રમ્યો હોત તો તે તેની 99મી ટેસ્ટ હોત, પરંતુ તેની ફિટનેસની સમસ્યાએ તેને વિવશ કરી દીધો છે.
રાહુલ દ્રવિડે પણ કોઇ સંકેત ના આપ્યો હતો
તેણે રવિવારે બપોરે નેટ પર સારી રીતે તાલીમ લીધી હતી અને કોચ રાહુલ દ્રવિડે પણ કોઇ સંકેત ના આપ્યો હતો કે વિરાટને ત્રણ વર્ષ જૂનો પીઠનો દર્દ ફરી ઉપડ્યો છે.
કોહલીએ તેના પ્રેક્ટિસ સેશનની કેટલીક તસવીરો પણ શેર કરી હતી
આ સાથે કોહલીએ તેના પ્રેક્ટિસ સેશનની કેટલીક તસવીરો પણ શેર કરી હતી એટલે કે ગઈકાલ સુધી તે ઠીક હતો અને ટેસ્ટના દિવસે સવારે તેને તકલીફ થવા લાગી હતી. તે જ સમયે તેની IPL ટીમ રોયલ ચેલેન્જર્સ (Team Royal Challengers) બેંગ્લોરના કેએલ રાહુલની તસવીર સાથે ટ્વીટ કર્યું, "હવે બધાની નજર વોન્ડરર્સ પર છે જ્યાં ટીમ ઈન્ડિયા (Team India) પાસે શ્રેણી જીતવાની તક છે."
RCBએ રાહુલનો ભારતીય કેપ્ટન તરીકે ઉલ્લેખ કર્યો
આ ટ્વીટ બપોરે 12 વાગ્યે એટલે કે ટોસના એક કલાક પહેલા કોહલીની ઈજા વિશે ખુલાસો કર્યો હતો. રાહુલ RCB ટીમનો ભાગ પણ નથી, પરંતુ RCBએ રાહુલનો ભારતીય કેપ્ટન તરીકે ઉલ્લેખ કર્યો છે.
કોહલીને વર્ષ 2018માં સ્લિપ ડિસ્કની સમસ્યા થઇ હતી
કોહલીને વર્ષ 2018માં સ્લિપ ડિસ્કની સમસ્યા થઇ હતી અને ડૉક્ટરોએ તેને કાઉન્ટી ક્રિકેટ ન રમવાની સલાહ આપી હતી. આ સંદર્ભે તે ત્રણ-ચાર મહિનાથી સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો.