- છેલ્લા ઘણા સમયથી કોહલી કેપ્ટનશીપથી હટશે તેવી ચર્ચા
- સીમિત ઑવરોના કેપ્ટન તરીકે વિરાટ કોહલી હટે તેવી અટકળો વચ્ચે BCCIની સ્પષ્ટતા
- BCCIના ટોચના અધિકારી અરુણ ધૂમલે મીડિયા રિપોર્ટ્સ ફગાવ્યા
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ (BCCI)ના ખજાનચી અરુણ ધૂમલે સોમવારના એ તમામ રિપોર્ટો ફગાવ્યા જેમાં એ કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી આઈસીસી ટી-20 વિશ્વ કપ પછી સીમિત ઑવરોના કેપ્ટનશીપ પદેથી રાજીનામું આપી શકે છે. એવા રિપોર્ટ આવ્યા હતા કે જો ભારત ઑક્ટોબર-નવેમ્બરમાં UAEમાં થનારા ટી-20 વર્લ્ડ કપને જીતવામાં અસફળ રહે છે તો કોહલી પાસેથી સીમિત ઑવરોની કેપ્ટનશીપ છીનવાઈ શકે છે. તેની જગ્યાએ રોહિત શર્મને આની જવાબદારી મળશે.
રોહિત શર્માને કેપ્ટનશીપ આપવાની ચાલી રહી હતી ચર્ચા
જો કે ધૂમલે આ દાવાને સંપૂર્ણ રીતે ફગાવ્યા છે. ધૂમલે કહ્યું કે, આ બકવાસ છે અને આવું કશું થવા નથી જઈ રહ્યું. આ વિશે ફક્ત મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે. BCCIએ આ મામલે કોઈ ચર્ચા નથી કરી. આ પહલા એવો રિપોર્ટ આવ્યો હતો કે, કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ઘણો સફળ છે, પરંતુ સીમિત ઑવરોની ICC ઇવેન્ટમાં તેમની અસફળતાના કારણે રોહિતને આની જવાબદારી આપવામાં આવી શકે છે.