પાર્લ: વિરાટ કોહલીએ બુધવારે બોલેન્ડ પાર્ક ખાતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચોની સીરીઝ (India vs Africa series)ની પ્રથમ મેચ દરમિયાન વિદેશી ધરતી પર ભારત માટે સૌથી વધુ રન બનાવનાર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો.
માત્ર નવ રનની જરૂર હતી
કોહલી (5057)ને તેંડુલકર (147 ઇનિંગ્સમાં 5065 રન)થી આગળ નીકળવા માટે માત્ર નવ રનની જરૂર હતી. જ્યારે તે ભારતના 297 રનના ટાર્ગેટ (Indias target again south africa)નો પીછો કરવા મેદાનમાં ઉતર્યો અને ખૂબ જ આરામથી આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ સાથે આ સ્ટાર બેટ્સમેન હવે વિદેશી ધરતી પર વનડેમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેના પછી પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની (Indian captain dhoni) (124 ઇનિંગ્સમાં 4520 રન), રાહુલ દ્રવિડ (110 ઇનિંગ્સમાં 3998 રન) અને સૌરવ ગાંગુલી (105 ઇનિંગ્સમાં 3468 રન)નો નંબર આવે છે.
દ્રવિડ અને ગાંગુલીને પાછળ છોડ્યા