અમદાવાદ:વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ઋષિકેશ પહોંચ્યા હતા. ઋષિકેશમાં સ્વામી દયાનંદ ગિરી આશ્રમની મુલાકાત લીધી હતી. સ્વામી દયાનંદ ગિરી પીએમ નરેન્દ્ર મોદીના ગુરૂ હતા. કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી અને અનુષ્કા અહીં ધાર્મિક વિધિના સંબંધમાં અહીંં આવ્યા હતા.
વિરાટ-અનુષ્કાની બીજી ધાર્મિક મુલાકાત:ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરીઝમાંથી બ્રેક મળી ગયો છે. વિરાટ કોહલી હાલમાં ક્રિકેટમાંથી બ્રેક લઈ પત્ની અનુષ્કા શર્મા સાથે ઋષિકેશમાં સ્વામી દયાનંદ ગિરી આશ્રમની મુલાકાત લીધી હતી. આગામી ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં ભારતના સારા પ્રદર્શન માટે મા ગંગા પાસેથી આશીર્વાદ અને સકારાત્મક ઉર્જા મેળવવા ઋષિમુનિઓની આધ્યાત્મિક નગરીમાં વિરાટ કોહલી ઋષિકેશની મુલાકાતે છે.
આ પણ વાંચો:Narendra Modi Stadium : ફાઇવ સ્ટાર હોટેલથી કમ નથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
સંતો અને પંડિતો સાથે ગંગા આરતીમાં રહ્યા હાજર:11 સપ્ટેમ્બર 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના આધ્યાત્મિક ગુરુ સ્વામી દયાનંદ ગિરીને મળવા પહોંચ્યા હતા. ત્યારથી આ આશ્રમ વધુ પ્રખ્યાત થયો. આ કારણે અહીં અનેક દિગ્ગજો આધ્યાત્મિકતા માટે આવે છે. વિરુષ્કા તેની પુત્રી વામિકા સાથે અહીં આવ્યા છે. આશ્રમના જનસંપર્ક અધિકારી ગુણાનંદ રાયાલે જણાવ્યું કે તેઓ અહીં પહોંચ્યા અને બ્રહ્મલીન દયાનંદ સરસ્વતીની સમાધિના પણ દર્શન કર્યા હતા. આ સાથે ગંગા ઘાટ પર સંતો અને પંડિતો સાથે ગંગા આરતી પણ કરવામાં આવી હતી. આગામી ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં ભારતના સારા પ્રદર્શન માટે મા ગંગા પાસેથી આશીર્વાદ અને સકારાત્મક ઉર્જા મેળવવા ઋષિમુનિઓની આધ્યાત્મિક નગરીમાં વિરાટ કોહલી ઋષિકેશની મુલાકાતે છે.
આ પણ વાંચો:Womens Premier League : ભારતીય ક્રિકેટ માટે ગેમ ચેન્જર સાબિત થશે
અગાઉ લીધી હતી વૃંદાવનની મુલાકાત:ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ આ મહિને શ્રીલંકા સામેની વનડે શ્રેણી પહેલા અનુષ્કા અને પુત્રી વામિકા સાથે વૃંદાવનની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન ત્રણેયએ વૃંદાવનમાં શ્રી પરમાનંદજીના આશીર્વાદ લીધા હતા. વૃંદાવનથી પરત ફર્યા બાદ કોહલીએ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે કોહલી ઓસ્ટ્રેલિયા સામે 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેશે. આ શ્રેણીમાં કોહલી મહત્વની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.