ઋષિકેશઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને સ્ટાર બલ્લેબાજ વિરાટ કોહલી તેમની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે ઋષિકેશના દયાનંદ આશ્રમમાં રોકાયાં છે. આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો. ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન આ જોડીએ સંતોના આશીર્વાદ પણ લીધાં હતાં. સંતોને ભોજન કરાવવા બાદ આ પરિવારે મા ગંગાના દર્શન પણ કર્યાં. જોકે આ તમામ દરમિયાન પરિવારે મીડિયા સાથે અંતર જાળવી રાખ્યું હતું.
ભંડારો કરી સંતોને ભોજન પીરસ્યું:આપને જણાવીએ કે વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા અને દીકરી વામિકા સાથે ઋષિકેશના શીશમ ઝાડી સ્થિત દયાનંદ આશ્રમમમાં આજે સવારે 7 વાગ્યાથી લઇને 9 વાગ્યા સુધી યોગ સાધના કરી હતી. તે બાદ 12 વાગ્યે ધાર્મિક અનુષ્ઠાન કરવા સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતોએ ભંડારામાં ભોજન ગ્રહણ કર્યું હતું. વિરાટ અનુ અનુષ્કારએ એક એક કરીને ભંડારામાં આવેલા સંતોના આશીર્વાદ લીધાં હતાં. તો આ બાજુ વિરાટ કોહલીની એખ ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં તેમના ચાહકો એકટકે નજર રાખીને બેઠેલાં જોવા મળ્યાં હતાં.આ દરમિયાન કેટલાય લોકોએ વિરાટની તસવીર પોતાના કેમેરામાં કેદ કરવાની કોશિશ પણ કરતાં રહ્યાં હતાં.
મહાનુભાવ પણ મળવા આવ્યાં :તો ઋષિકેશની જાણીતા લોકો પણ તેમને મળવા આવતાં દેખાયાં હતાં. એક અંગત કાર્યક્રમમાં દયાનંદ આશ્રમ પહોંચેલા ડીજીપી અશોકકુમાર અને તેમની દીકરી કુહૂ ગર્ગે પણ વિરાટ અને અનુષ્કા સાથે મુલાકાત કરી હતી. ડીજીપી અશોકકુમારે અન્ય પણ ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાંજ સ્વામી રામ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચાન્સલર વિજય ઘસ્માનાએ પણ વિરાટ અને અનુષ્કાને મળ્યાં હતાં અને ધાર્મિક પુસ્તક ભેટમાં આપ્યું હતું.