કોલકત્તા: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ODI World Cup 2023થી બહાર થઇ ગયો છે. તે ઈજાના કારણે સંપૂર્ણ ટુર્નામેન્ટથી બહાર થઇ ગયો છે. ટુર્નામેન્ટથી બહાર થવા બાદ હાર્દિકે સોશ્યલ મીડિયા પર એક ખુબ જ ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરી: બરોડાના ઓલરાઉન્ડર, પંડ્યાએ કહ્યું કે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરી દુખ વ્યક્ત કરતા લખ્યું, 'એ વાત પચાવવી મુશ્કેલ છે કે હું વર્લ્ડ કપની બાકીની મેચો નહીં રમી શકીશ. હું ટીમની સાથે રહીશ અને દરેક મેચના દરેક બોલ પર તેમને પ્રોત્સાહિત કરીશ. દરેકની શુભેચ્છાઓ, પ્રેમ અને સમર્થન બદલ આભાર. આ ટીમ ખાસ છે અને મને ખાતરી છે કે અમે દરેકને ગૌરવાન્વિત કરીશું.'
હાર્દિક પંડ્યાના સ્થાને પ્રસિદ્ધ ક્રિષ્ણા: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હાર્દિક પંડ્યાના સ્થાને ભારતીય ઝડપી બોલર પ્રસિદ્ધ ક્રિષ્ણાને ટીમમાં સામેલ કર્યો છે.