ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tilak Varma said: જાણો તિલક વર્માએ પોતાની સફળતાનો શ્રેય કોને આપ્યો - वेस्टइंडीज में भारत

ડાબા હાથના મિડલ ઓર્ડર બેટ્સમેન તિલક વર્માએ, પોતાની સફળતાનો શ્રેય રોહિત શર્માને આપ્યો છે અને સુરેશ રૈનાને પોતાનો પ્રેરણાસ્ત્રોત ગણાવ્યો છે. પોતાની પ્રથમ અડધી સદી રોહિત શર્માની પુત્રીને સમર્પિત કરી છે.

Etv BharatTilak Varma said
Etv BharatTilak Varma said

By

Published : Aug 7, 2023, 6:01 PM IST

ગુયાના:ડાબોડી બેટ્સમેન તિલક વર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સાબિત થઈ રહ્યો છે. આ 20 વર્ષના ડેશિંગ ખેલાડીએ કેરેબિયન ટીમ સામેની આ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે. પોતાની પ્રથમ T20 અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયામાં સામેલ થયેલા ડાબા હાથના મિડલ ઓર્ડર બેટ્સમેન તિલક વર્માએ પોતાની સફળતાનો શ્રેય રોહિત શર્માને આપ્યો છે. એમ પણ કહ્યું કે, સુરેશ રૈના તેના પ્રેરણાસ્ત્રોત છે.

ચાહકોના દિલ જીતી લીધાઃ ટીમ ઈન્ડિયા બંને મેચમાં હારી ગઈ છે, પરંતુ તિલક પોતાની લડાયક બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા છે. પ્રથમ મેચમાં આ બેટ્સમેને 39 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં તેણે 41 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા અને ટીમને સન્માનજનક ટોટલ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

મેચ બાદ તિલકે કહ્યું- "હું રોહિત ભાઈ સાથે વધુ સમય વિતાવું છું. મારી પ્રથમ આઈપીએલમાં તેમણે મને કહ્યું હતું કે, તમે ઓલ ફોર્મેટ ક્રિકેટર છો. તેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે. તેમનું માર્ગદર્શન મારા માટે મહત્વપૂર્ણ રહ્યું છે. રોહિત ભાઈ મારા માટે એક મોટી સપોર્ટ સિસ્ટમ છે. મારા માટે આઈપીએલ નિર્ણાયક સાબિત થઈ છે. લીગમાં પ્રદર્શનથી મને ભારત માટે રમવામાં મદદ મળી છે. હું તેને ચાલુ રાખવા માંગુ છું."

તિલકે વચન આપ્યું હતુંઃતિલકે તેની પ્રથમ T20 અડધી સદી પૂરી કર્યા પછી, તિલકે તેની ઉજવણી રોહિતની પુત્રી સમાયરાને સમર્પિત કરી હતી. તેણે નાની સમાયરા સાથેનું પોતાનું ખાસ બંધન વ્યક્ત કર્યું અને તેણે જ્યારે પણ તેની પ્રથમ સદી અથવા અડધી સદી ફટકારી ત્યારે તે તેની ઉજવણી સમર્પિત કરવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચોઃ

  1. Tilak Varma: તિલક વર્માએ મેળવી આ ખાસ ઉપલબ્ધિ, આ કારણોસર ભારત હારી ગયું મેચ
  2. India vs West Indies : સિરીઝ હારવાની કગાર પર ટીમ ઈન્ડિયા, હવે હારથી બચવા શું કરવું જોઈએ

ABOUT THE AUTHOR

...view details