- T-20 વર્લ્ડ કપનું થીમ સોંગ લોન્ચ
- થીમ સોંગમાં વિરાટ, મેક્સવેલ, પોલાર્ડ અને રાશિદનું એનિમેશન
- અમિત ત્રિવેદીએ કમ્પોઝ કર્યું છે T-20 વર્લ્ડ કપનું Live The Game એન્થમ
દુબઈ: આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં હવે લગભગ એક મહિનાનો સમય બચ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) અને ઓમાન આ ટુર્નામેન્ટની યજમાની કરશે. 17 ઑક્ટોબરથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ 14 નવેમ્બર સુધી ચાલશે.
આઈસીસીએ ટી-20 વિશ્વ કપની તૈયારીઓ પૂરજોશમાં
ઉલ્લેખનીય છે કે આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને બાકી રહેલી કસર ખેલાડીઓ આઈપીએલમાં રમીને પોતાની તૈયારી કરવામાં પૂર્ણ કરી રહ્યા છે. આઈસીસીએ ટી-20 વિશ્વ કપને લઇને મોટી અપડેટ આપી છે.
ટી-20 વિશ્વ કપનું થીમ સોંગ લૉન્ચ
આઈસીસીએ ટી-20 વિશ્વ કપનું થીમ સોંગ લૉન્ચ કર્યું છે. આ ગીતને નામ આપવામાં આવ્યું છે 'Live The Game.' આઈસીસીએ એક નિવેદન જાહેર કરીને આ વાતની જાણકારી આપી છે. તેણે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ વિડીયોને શેર પણ કર્યો છે. આઈસીસી દ્વારા જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ ગીતને સંગીતકાર અમિત ત્રિવેદીએ કમ્પોઝ કર્યું છે.
એનિમેટેડ અવતારમાં કોહલી
વિડીયોમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન, વેસ્ટઇન્ડિઝના કેપ્ટન કાયરન પોલાર્ડ અને ઑસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ એનિમેટેડ અવતારમાં દર્શાવવામાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત આ ગીતમાં યુવા ફેન્સની સાથે સાથે એનિમેશનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં યુવા ફેન્સને ટી-20 ક્રિકેટ તરફ આકર્ષિત થતા અને પોતાના મનપસંદ ખેલાડીઓ સાથે રમતા દર્શાવવામાં આવ્યા છે.
બ્રાન્ડ ન્યૂ બ્રોડકાસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ