- બેટ્સમેન ડોમ સિબલી અને કેપ્ટન જો રૂટે અડધી સદીની ભાગીદારી કરી
- ટીમ રવિવારે પાંચમા અને અંતિમ દિવસે ન્યૂ ઝિલેન્ડ સામે ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળ રહી
- કેપ્ટન મેચ ડ્રો કરવા માની જતા મેચ ડ્રો કરવામાં આવી હતીો
લંડનઃ ધૂંઆધાર બેટ્સમેન ડોમ સિબલીની અડધી સદી અને કેપ્ટન જો રૂટ સાથે તેમની અડદી સદીની ભાગીદારીથી ઈંગ્લેન્ડની ટીમે રવિવારે અહીં પાંચમા અને અંતિમ દિવસે ન્યૂ ઝિલેન્ડ સામે પહેલી ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહી હતી. ન્યૂ ઝિલેન્ડના 273 રનના લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે 56 રન સુધી જ રોરી બર્ન્સ (25) અને જેક ક્રાઉલી (02)ની વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી ઈનિંગમાં સદી ફટકારનારા બેટ્સમેન બર્ન્સને નીલ વેગનર જ્યારે ક્રાઉલીને ટીમ સાઉથીએ પેવેલિયન મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનું મોટું નિવેદન, ટેસ્ટ સીરીઝમાં બદલાવ માટે BCCIએ નથી કર્યો આગ્રહ
સિબલીએ ન્યૂ ઝિલેન્ડની જીત પર પાણી ફેરવ્યું
સિબલી (207 બોલમાં નોટઆઉટ 60, ત્રણ ચોગ્ગા) અને રૂટે (40) ત્રીજી વિકેટ માટે 80 રન જોડીને ઈંગ્લેન્ડની ઈનિંગને સંભાળી હતી. રૂટને નીલ વેગનરે આઉટ કર્યો હતો. સિબલીએ ત્યારબાદ ઓલી પોપ (નોટઆઉટ 20)ની સાથે ચોથી વિકેટ માટે 34 રનની ભાગીદારી કરીને ન્યૂ ઝિલેન્ડની જીતની આશા પર પાણી ફેરવી કાઢ્યું હતું. ઈંગ્લેન્ડનો સ્કોર જ્યારે ત્રણ વિકેટ પર 170 રન હતો. ત્યારે બંને કેપ્ટન મેચ ડ્રો કરવા માની ગયા હતા.
આ પણ વાંચો-ફ્રેન્ચ ઓપન: બાર્ટી બીજા, ઝ્વેરેવ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ્યો
ઈંગ્લેન્ડ તરફથી પદાર્પણ કરનારા ઓલી રોબિનસને 26 રન બનાવ્યા
આ પહેલા ન્યૂ ઝિલેન્ડે જ્યારે બીજી ઈનિંગમાં 6 વિકેટ 169 રન બનાવ્યા હતા. ત્યારે વરસાદના કારણે સમયથી પહેલા લંચ બ્રેક પડ્યો અને ન્યૂ ઝિલેન્ડે આ સ્કોર પર પોતાની બીજી ઈનિંગ જાહેર કરી દીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી પદાર્પણ કરી રહેલા ઝડપી બોલર ઓલી રોબિનસને બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કરતા 26 રન બનાવીને ત્રણ વિકેટ લીધી હતી.