- ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમ વચ્ચે આવતીકાલથી શરૂ થશે વન-ડે સિરીઝ (One-day series)
- આ વખતે શિખર ધવન ભારતીય ક્રિકેટ ટીમની (Indian cricket team) કેપ્ટનશિપ કરશે
- ભારતની અન્ય એક ટીમ 4 ઓગસ્ટથી ઈંગ્લેન્ડ સાથે 5 મેચની ટેસ્ટ સિરીઝ (Test series) રમશે
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) અને શ્રીલંકાની ક્રિકેટ ટીમ (Sri Lankan cricket team) વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની વન-ડે સિરીઝ (One-day series) શરૂ થશે. અત્યારે ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)ના ખેલાડી મેચ માટે તૈયારી કરી રહી છે. આવતીકાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રીલંકામાં વન-ડે મેચ રમાશે. આ વખતે ટીમના કેપ્ટનની જવાબદારી શિખર ધવન (Shikhar Dhawan)ને સોંપવામાં આવી છે. જોકે, અત્યારે એક સાથે શ્રીલંકા અને ઈંગ્લેન્ડ એમ બે જગ્યાએ ભારતીય ક્રિકેટ ટીમ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી શરૂ થશે ટેસ્ટ મેચ સિરીઝ (Test series)
તો આ તરફ ઈંગ્લેન્ડમાં 4 ઓગસ્ટથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ (Test match series) શરૂ થવા જઈ રહી છે. આ ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી છે. જોકે, એક સાથે 2 જગ્યાએ ભારતીય ટીમ રાખવાનો નિર્ણય BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguli) બનાવ્યો હતો. ગાંગુલીના નેતૃત્વમાં પહેલી વખત ભારતીય ક્રિકેટની 2 ટીમ એક સાથે 2 દેશમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ (International Cricket) રમશે.
આ પણ વાંચો-SL vs IND: શ્રીલંકાને લાગ્યો મોટો ઝટકો, ટીમનો સ્ટાર ખેલાડી કુશલ પરેરા ટીમમાંથી થયો બહાર
બંને ટીમ વચ્ચે ટી-20 સિરીઝની મેચ 25 જુલાઈથી શરૂ થશે
આવતીકાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાનારી ટીમમાં ભારતના કેપ્ટન શિખર ધવન (Shikhar Dhawan) હશે. જ્યારે શ્રીલંકાના કેપ્ટન દસુન શનાકા (Sri Lanka captain Dasun Shanaka) હશે. જોકે, આ પહેલા શ્રીલંકાના કેપ્ટન કુશલ પરેરા (Kushal Parera) હતો, પરંતુ તે ઈજાગ્રસ્ત થતા શનાકાને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. શનાકા છેલ્લા 4 વર્ષમાં ટીમની કેપ્ટનશિપ કરનારો 10મો ખેલાડી છે. બંને ટીમ વચ્ચે પહેલી વન-ડે મેચ 18 જુલાઈએ, બીજી મેચ 20 જુલાઈ અને ત્રીજી મેચ 23 જુલાઈએ રમાશે. જ્યારે ટી-20 સિરીઝની પહેલી મેચ 25 જુલાઈ, બીજી મેચ 27 અને ત્રીજી મેચ 29 જુલાઈએ રમાશે.
આ પણ વાંચો-Ind-Eng Test Series પહેલા ભારતને મોટો ઝટકો, 2 ભારતીય ક્રિકેટર થયા કોરોના સંક્રમિત
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શિખર ધવન (Shikhar Dhawan) તો વાઈસ કેપ્ટન ભૂવનેશ્વર કુમાર (Bhuwneshwr Kumar) હશે
આ વખતે ભારતીય ટીમમાં શિખર ધવન (Shikhar Dhawan) (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઈશાન કિશન (વિકેટ કિપર), સંજૂ સેમસન (વિકેટકિપર), યજુવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કુણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભૂવનેશ્વર કુમાર (Bhuwneshwr Kumar) (વાઈસ કેપ્ટન), દિપક ચહર, નવદીપ સૈની, ચેતન સકારિયાનો સમાવેશ કરાયો છે.
શ્રીલંકાની ટીમમાં દસુન શનાકા (Dasun Shanaka) કેપ્ટન તો ધનંજય સિલ્વા (Dhananjay Silwa) વાઈસ કેપ્ટન હશે
શ્રીલંકાની ટીમમાં દસુન શનાકા (Dasun Shanaka) (કેપ્ટન), ધનંજય ડી. સિલ્વા (Dhananjay Silwa) (વાઈસ કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, પથુમ નિસંકા, ભાનુકા રાજાપક્સા, ચરિથ અસાલંકા, મિનોદ ભાનુકા, લાહિરૂ ઉદારા, વનિંદુ હસારંગા, અસેન બંડારા, રમેશ મેંડિસ, ધનંજય લક્ષણ, પ્રવીણ જયાવિક્રમા, અકીલા ધનંજય, લક્ષણ સંદાકન, લાહિરૂ કુમારા, દુષ્મંથા ચમીરા, કસુન રજિતા, અસિતા ફર્નાન્ડો, ચામિકા કરૂણારત્ને, ઈસુરૂ ઉડાના, બિનુરા ફર્નાન્ડો (ફક્ત ટી-20માં), શિરાન ફર્નાન્ડો, ઈશાન જયારત્નેનો સમાવેશ થાય છે.