લંડનઃઆગામી મહિને યોજાનારી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમ અને ઑસ્ટ્રેલિયન ટીમ વચ્ચે ટક્કર થવા માટે IPL 2023 પૂરી થતાંની સાથે જ ટીમ ઇન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ ફાઇનલ રમવા લંડન પહોંચી ગયા છે. . મોટા ભાગના ખેલાડીઓ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈને ત્યાંના હવામાનને અનુરૂપ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. 7-11 જૂન 2023 દરમિયાન ઈંગ્લેન્ડના ધ ઓવલ ખાતે રમાનારી આ બીજી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ખૂબ જ રસપ્રદ હોવાની અપેક્ષા છે.
બોલરોની સાથે સાથે બેટ્સમેનોએ પણ હાથ અજમાવ્યો:ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વતી તસવીરો અને વીડિયો શેર કરીને લોકોને ટીમની તૈયારીઓ વિશે જાણકારી આપવામાં આવી છે. લંડન પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાએ અરુન્ડેલ કેસલ ક્રિકેટ ક્લબમાં ટ્રેનિંગ સેશન શરૂ કર્યું, જેમાં બોલરોની સાથે સાથે બેટ્સમેનોએ પણ હાથ અજમાવ્યો હતો. બોલિંગ કોચ પારસ મહામ્બ્રેએ કહ્યું કે, બોલરોની સાથે સાથે બેટ્સમેનોની તૈયારીનું સત્ર સારું ચાલી રહ્યું છે. બોલરોને વર્કલોડ પ્રમાણે તૈયાર કરવામાં આવી રહ્યા છે.