તરોબા: વેસ્ટ ઈન્ડિઝના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે વેસ્ટ ઈન્ડિઝે ગુરુવારે અહીં પ્રથમ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ભારતને 4 રને હરાવીને 5 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝના 150 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમ હોલ્ડર (2/19), ઓબેડ મેકકોય (2/28) અને રોમારિયો શેપર્ડ (2/33)ની ધમાકેદાર બોલિંગ સામે નવ વિકેટે 145 રન બનાવી શકી હતી.
પોવેલની કપ્તાની ઈનિંગ: વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પોવેલે કપ્તાની ઈનિંગ રમતા 32 બોલમાં 48 રન અને નિકોલસ પૂરન 34 બોલમાં 41 રનની શાનદાર ઇનિંગની મદદથી વેસ્ટ ઈન્ડિઝે છ વિકેટે 149 રન બનાવ્યા હતા. ભારત તરફથી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ અને પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી.
ભારતની ખરાબ શરૂઆતઃલક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પાંચમી ઓવરમાં 28 રનમાં બંને ઓપનર શુભમન ગિલ (03) અને ઈશાન કિશન (06)ની વિકેટ ગુમાવી દીધી હતી. તિલક વર્મા, ભારત તરફથી ડેબ્યૂ કરી રહ્યા હતા, તેણે સૌથી વધુ 39 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવ (21) અને કેપ્ટન હાર્દિક પંડ્યા (19) સારી શરૂઆતનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
તિલક-મુકેશનું ડેબ્યૂઃ ભારતે બેટ્સમેન તિલક અને મુકેશને ડેબ્યૂ કરવાની તક મળી હતી. મુકેશે રમતના ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે. તિલક વર્મા, IND vs WI T20 માં ડેબ્યૂ કરીને, ભારત માટે 100 ના સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. તિલક વર્માએ ઇનિંગમાં કુલ 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે મુકેશનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ T20i મેચમાં મુકેશે 3 ઓવરમાં 8ની ઈકોનોમી સાથે 24 રન આપ્યા હતા.
આ પણ વાંચો:
- India vs Pakistan :ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાઈ, જાણો કયા દિવસે થશે મેચ
- Sania Mirza And Shoaib Malik Divorce: શોએબ અને સાનિયાના સંંસારમાં લાગી આગ, બંનેને એક પુત્ર પણ છે