ગુજરાત

gujarat

ETV Bharat / sports

T20 World Cup: નામિબિયાએ શ્રીલંકાને 163નો રનનો લક્ષ્ય આપ્યો - srilanka

ઓસ્ટ્રેલિયામાં આજથી T20 વર્લ્ડ કપ (T20 World Cup) નો રોમાંચ શરૂ થયો છે. આજે પ્રથમ મેચ શ્રીલંકા અને નામિબિયા વચ્ચે રમાઈ (Srilanka vs Namibia) રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

T20 World Cup: શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો
T20 World Cup: શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

By

Published : Oct 16, 2022, 11:36 AM IST

Updated : Oct 16, 2022, 12:42 PM IST

જીલોંગઃ ઓસ્ટ્રેલિયામાં આજથી T20 વર્લ્ડ કપ (T20 World Cup) નો રોમાંચ શરૂ થયો છે. આજે ક્વોલિફાઈંગ રાઉન્ડ અંતર્ગત 2 મેચો રમાવાની છે. આજે પ્રથમ મેચ શ્રીલંકા અને નામિબિયા વચ્ચેજીલોંગ ખાતે સિમન્ડ્સ સ્ટેડિયમમાં રમાઈ (Srilanka vs Namibia) રહી છે. શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આજે ઓક્ટોબર 16, 2022 રવિવારના રોજ 9:30 કલાકે મેચ શરૂ થઈ ગઈ છે. નામિબિયા બેટિંગ કરી રહી હતી. નામિબિયા 20 ઓવરમાં 7 વિકેટે 163 રન કર્યા છે. હાલ શ્રીલંકાની બેટીંગ ચાલી રહી છે. જેમાં શ્રીલંકા સામે 163 રનનુ લક્ષ્ય છે. શ્રીલંકાનો સ્કોર 3 વિકેટ સાથે 21 રન થયા છે.

બંને ટીમોના પ્લેઇંગ 11

શ્રીલંકાઃ પથુમ નિસંકા, કુસલ મેન્ડિસ (વિકેટ કિપર), ધનંજયા ડી સિલ્વા, દાનુષ્કા ગુનાથિલાકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, દુષ્મંથા ચમીરા, પ્રમોદેશ મદુશન, મહેશ થીક્ષાનો ટીમમાં સમાવેશ થાય છે.

નામિબિયા: સ્ટીફન બાયર્ડ, ડેવિડ વિઝ, ગેરહાર્ડ ઈરાસ્મસ (કેપ્ટન), નિકોલ લોફ્ટી ઈટન, જેજે સ્મિત, જોન ફ્રીલિંક, જેન ગ્રીન(વિકેટ કિપર), દિવાન લા કોક, માઈકલ વાન લિંગેન, બર્નાર્ડ શોલ્ટ્ઝ, બેન શિકોન્ગોનો ટીમમાં સમાવેશ થાય છે.

Last Updated : Oct 16, 2022, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details