હોબાર્ટઃ ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપનો (T20 World Cup) રોમાંચ શરૂ થઈ ગયો છે. T20 વર્લ્ડ કપની ત્રીજી ક્વોલિફાયર મેચમાં મોટી ઉથલ પાથલ થઈ હતી. બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ તેની ક્વોલિફાઈંગ રાઉન્ડની પ્રથમ મેચ હારી ગઈ હતી. સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 42 રને હરાવ્યું. (Scotland defeated West Indies) સ્કોટલેન્ડે 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 118 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
જ્યોર્જ મુન્સ અને માઈકલ જોન્સની ભાગીદારી: પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે શાનદાર શરૂઆત કરી હતી. જ્યોર્જ મુન્સે અને માઈકલ જોન્સે પ્રથમ વિકેટ માટે 55 રનની ભાગીદારી નોંધાવી હતી. જોન્સ 20 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી માઈકલ ક્રોસ ત્રણ રન, કેપ્ટન બેરિંગ્ટન 16 રન, મેકલિયોડ 23 રન અને લિસ્ક ચાર રન બનાવીને આઉટ થયા હતા. આ દરમિયાન મુનસેએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 53 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 66 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ સિવાય ક્રિસ ગ્રીવસે 11 બોલમાં 16 રનની અણનમ ઇનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી અલઝારી જોસેફ અને જેસન હોલ્ડરે બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ ઓડિયન સ્મિથને એક વિકેટ મળી હતી.
વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત: જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે 77 રન સુધી છ વિકેટ ગુમાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝના સાત બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધુ રન બનાવ્યા, તેણે 33 બોલમાં 38 રન બનાવ્યા. સ્કોટલેન્ડ માટે માર્ક વોટે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે પણ પલટો આવ્યો હતો, જ્યારે નામિબિયાએ ક્વોલિફાઈંગ મેચમાંશ્રીલંકાને હરાવ્યું હતું.
પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે એક પણ T20 મેચ રમાઈ નથી. આ ફોર્મેટમાં બંને પહેલીવાર સામસામે મળ્યા હતા.
મેચની 5.3 ઓવરમાં વરસાદના કારણે મેચ રોકવી પડી હતી.